॥ ૐ ॥
(તપ)
દેવ બ્રાહ્મણ ગુરુ ને વિદ્ધાનોનું પૂજન
પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય ને અહિંસા
શારીરિક તપ પ્રભુ કહે, સમજી કરે તે સજ્જન …. ટેક
ઉદ્વેગ કદી કરે ના, સત્તપ્રિય હિતકર વદે છે
સ્વાધ્યાયનો અભ્યાસ, પ્રભુ વાણીનું તપ ગણે છે ….
મનની ખરી પ્રસન્નતા, સૌમ્યભાવ મૌનધારી
આત્મસંયમ કાબૂ, ભાવનાની શુધ્ધિ પ્યારી
પ્રભુ મનનું તપ કહે છે, ગ્રહણ કરો વિચારી ….
ફળની ઈચ્છા વિનાના, સાવધાન મનુષ્ય શ્રધ્ધાથી
ઉત્તમ આચરણ કરે છે, ત્રણ તપ પ્રભુકૃપાથી ….
સાત્વિક તપ ત્રણેને, ગીતામહીં બતાવ્યાં
એ કરવા બનવું તત્પર, લક્ષ આપીને ભણાવ્યાં ….
સત્કાર, માન, પૂજાવા, દંભથી જે તપ કરે છે
અસ્થિર નાશવંત, તપ રાજસ તેને કહે છે ….
મૂઢતા કરીને હઠથી, મન વાણી શરીર પીડતા
બીજાનું અનિષ્ટ કરવા, હેતુથી તપ કરતા
તામસ કહે તે તપને, સમજુ જરૂર તજતા ….
દંભ અહંકારવાળા આસક્તિ, કામના બળે તણાણા
મૂઢતાથી ઘોર કર્મો, શાસ્ત્ર વિરુધ્ધ ગણાણાં ….
॥ ૐ ॥