॥ ૐ ॥
દોડી થકાવ્યા કૃષ્ણે, અમને હરાવ્યા
જાતા તો ક્યાંય ન ભળાય રે, કૃષ્ણે અમને હરાવ્યા.
ભૂલા પડી અમે ગોતીએ જંગલમાં
કોઈ બતાવે કે રહે છે પર્વતમાં
કોઈ કહે કે ઋષિ મુનિ પાસ, કૃષ્ણે અમને હરાવ્યા.
સૂર્ય, ચંદ્ર ને તેજ જે આપે
તેની દિવ્યતા જ્યોતિ સર્વેમાં વ્યાપે
તે છે એવા પ્રકારના ભંડારે, કૃષ્ણે અમને હરાવ્યા.
એકના અનેક સ્વરૂપ રચીને
ચિત્તડાનો ચોરનાર હૃદયે વસીને
ખેલ કરે છે અનંત રે, કૃષ્ણે અમને હરાવ્યા.
માયાની જાળ એવી રચાવી
દેવતાઓની ત્યાં બુદ્ધિ ન ફાવી
નીકળે એવા વિરલા કોઈ રે, કૃષ્ણે અમને હરાવ્યા.
પ્રપંચ છોડીને ધ્યાન જો ધરતા
અનેક જન્મોના પાપ જ બળતાં
આવી ઈશ્વર કરશે સહાય રે, કૃષ્ણે અમને હરાવ્યા.
જ્ઞાન ને ભક્તિ અવિચળ આપો
અનેક યુગોના મેલ જ કાપો
વિચરીએ આનંદમય રે, કૃષ્ણે અમને હરાવ્યા.
અહંકારી થઈને અમારું માન્યું
સમજ્યા વગરનું સઘળું ગુમાવ્યું
સૌ ભક્તોએ સોપ્યું છે હાથ રે, કૃષ્ણે અમને હરાવ્યા.
॥ ૐ ॥
જય સદગુરૂ 🙏🌺🌹🕉