॥ ૐ ॥
નથી જાવું રે, નથી જાવું રે, પ્રભુને છોડીને ક્યાંય …રે
પ્રભુ હૃદયનો શ્રુંગાર, એક જ છે (ર) ….. (ર) ટેક
ગર્વ ભરેલા કાળા પડદા ઢાંકતા રૂપ અમારું (ર)
પોષણ દઈને ગર્વથગી ફૂલવું, કામ અતીશે નઠારું (ર)
તનને બાળે, મનને બાળે, નહિ બુદ્ધિ રહેતી સ્થિર …. રે
ભટકી મરવું નથી ભવરણમાં …. (ર) નથી
મોહ ને મમતા સંગ નકામો, આત્માનો રંગ અમારો (ર)
છોડી દઈને કામના સઘળી, વિષયનો રસ ધૂતારો (ર)
મોહ તજવો, શોક તજવો, રાગદ્વેષનો બધો વિસ્તાર …. રે
જાગૃત બનવું તેથી ચેતીને ….(ર) નથી
સંતોષી બનીને રહેવું આત્મ નિશ્ચય બળવાન (ર)
મન-બુદ્ધિ પ્રભુને સોંપી, સદા પ્રભુમાં પ્રીતિવાન (ર)
પ્રભુ એને ગમતા, પ્રભુને ગમતો, સાક્ષી ગીતા પ્રમાણ …. રે
કહ્યું શ્રીકૃષ્ણ પ્રભુના મુખથી …. (ર) નથી
સર્વે ભાવથી શરણ પ્રભુનું, પૂર્ણતા ભરેલું સ્વીકારો (ર)
વાસના ત્યાગથી સ્થિર જ રહેવું, જીવન દિવ્ય સુધારો (ર)
શ્રદ્ધા અચળ-સંયમ અચળ, નિષ્ઠા પ્રભુની ગણાય …. રે
દિવ્ય દૃષ્ટિ પ્રભુની, તેને મળે …. (ર) નથી
॥ ૐ ॥