॥ ૐ ॥
નથી રે’તા રે, નથી રે’તા રે, સ્વરૂપ સ્થિરતા સાથ …રે
ભીતરનો ભેદી ઢાંકી દીધો (ર)
ભીતરના ભેદીને ઢાંકી, વાતો કરવી નકામી (ર)
શાસ્ત્રીને શાસ્ત્રોના વાદમાં, ભૂલો વધતી ગુલામી (ર)
ઘણો શ્રમ પડશે શુધ્ધિ નહિ મળશે, બુદ્ધિમાં મોહનો પાસ …. રે
સ્મૃતિ હરણ કરે અટકાવીને …. (ર) ….નથી
વિસ્મૃતિ કેરાં વાદળ હઠાવો, ભીતર સત્ય ભરેલું (ર)
ગર્વ અસ્મિતા છોડી દેતાં, પૂર્ણતા એક જ રહેલું (ર)
સાચી સ્મૃતિ આપી મોહને કાપી, પૂર્ણતાની સહાય રે
પરિપૂર્ણ ભરેલા સંપૂર્ણ છે …. (ર) ….નથી
પૂર્ણમાં ખાલી સ્થાન નથી ને અપૂર્ણ વિનાશી ઉદાસી (ર)
પૂર્ણતાથી ક્ષણ જુદું થવામાં, આશાનું બંધન વિનાશી,
સાગર મળતો બિંદુ પૂર્ણ કરતો, વ્યાપક સાગર વિશાળ રે,
પ્રેમામૃત ઊછળ્યો ભીતરમાં …. (ર) ….નથી
બિંદુમાં સાગરને મળવા, શક્તિ નથી જરાયે
સર્વ શક્તિમાન મળતો, બિંદુને શ્રેષ્ઠ એ ગણાયે
વેદ વાણી વદતા અમર જ્યોત કરતા એનો કોઈ ન પામે પાર (ર)
પરિપૂર્ણ અખંડિત એક જ છે …. (ર) ….નથી
॥ ૐ ॥