નયનમાં નિશ-દિન રહેવા…..

વહેલાં પધારો પ્રભુજી મારા ને સાચું બતાવોને જ્ઞાન;

મોહ-પડળને કાપી નાખી, સાચી બતાવોને સાન.

નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા…ટેક

 આંખમાંથી અશ્રુધારા પડે ને તેનાથી કરાવું સ્નાન;

વચન પાળતા પતિત્તપાવન, શું ઘટશે ભગવાન?

નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા….

હોંશ હ્રદયમાં છે ઘણી મારે, ગુણ તમારા ગવાય;

કાળના મુખમાં આવતાં પહેલાં, ગુણ તારા ન ભૂલાય.

નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા….

કોઇ ભયંકર માંદગી આવે ને સ્મરણ તમારું થાય;

વેદના દેહની ભૂલી જઇને, ભજન કરીએ સદાય.

  નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા….

અતંરદ્રષિટથી નીરખવા ,તમને બતાવો તમારું સ્વરૂપ;

સાકાર, નિરાકાર થઇને, ભકતો કાજે, ધર્યા અનેક રૂપ.

  નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા….

ગુણાતીત સ્થિતિ બને અમારી, રહે આંનદ અપાર;

સદગુરુ શબ્દના સંપૂણઁ પ્યાસી, સદા રહે હોંશિયાર.

  નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા….

ઇન્દ્રિયો અમારી  શાંત બને ને લેશ ન રહે વિકાર;

નિર્વિકારી બનાવવાને, સદા કરીએ પડકાર.

  નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા….

ભાન ભુલાવી ભવ સાગરમાં, કદી હ​વે ન સતાવ;

તુજને કદી ભૂલું નહિ, એવો  મારા હ્રદયમાઁ ભાવ.

  નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા….

યોગી નીરોગીમાં આપ છો વ્યાપક, સમજીને ધરીએ ધ્યાન;

નિદાન સાચું સમજાવી દઇને, પ્રજ્ઞાથી આપો જ્ઞાન.

   નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા….

તારી દયાનો સદાય ભિખારી, બન્યો છે કિરતાર;

ભજન કરતાં દેહ પડે, મને તારા નામનો આધાર.

નયનમાં નિશ-દિન રહેવા, દયાળુ આવજો દેવા….

NAYAN MA NISH DIN RAHEVA, DAYALU AAVAJO DEVA…

Leave a comment

Your email address will not be published.