॥ ૐ ॥
(રાગઃ જૈજૈવંતી કલ્યાણ)
પ્રાણની ઊધ્વઁગતિ કરનાર
નવલાં વર્ષે કુમકુમ પગલે, અંબા માત પધાર્યાં …. રે
દિવ્ય જ્યોતિ ને નવાં નવાં સર્જન, હૃદયમાં ભરવા લાવ્યા …. રે…. ૧
ભૂલ અનાદિ સુધારવાને, પ્રેમભર્યા નયને નિહાળે …. રે
સમતા શાંતિ આનંદવર્ષા, માના દર્શને સૌ હરખાયાં …. રે…. ર
તન, મન, ધનની શુધ્ધિ કરવા, અન્ન-વસ્ત્ર પૂર્ણતા ભરવાં …. રે
તનવૃધ્ધિ, ધનવૃધ્ધિ કરીને દુઃખી-દીનના સૂણી પોકારો …. રે…. ૩
સાર્થક જીવનની કળા બતાવી, માત બૂઝતા દીપક પ્રગટાવી …. રે
શ્રધ્ધાભક્તિ વિશ્વાસ ઘટતાં નિર્બળ બનતાં અંધારાં …. રે…. ૪
શક્તિ તમારી માતા પ્રાણેશ્વરી અંબા માતા ભવાની …. રે
સર્વત્ર સહુનું મંગળ કરતાં, માની વિજય સ્વરૂપે રખવાળી …. રે…. પ
॥ ૐ ॥
🌷🙏🏼જય સદગુરૂ 🙏🏼🌷