|| ૐ||
નાદ ગગનમાં ગાજે, જોગીડા તારા, નાદ ગગનમાં ગાજે રે જી,
ચારિત્રશીલ તારી શાંતિ દેખી, મન, પ્રાણ, વચન પ્રમાણે. – ટેક
અણુવ્રત આંદોલન સફળ કરવા, કીધો પ્રયાસ ખરે ટાણે રે જી.
ધર્મ, નીતિ ને ન્યાયની વાતો, સમજાવી દીધી એક સાને.- જાગીડા
સિંહ પર આસન માંડી સિદ્ધિ બતાવે, તેની કિંમતે કોડી પ્રમાણે રે જી,
મન પર આસન માંડી વિરલો બેસે, એ તો સૌનાં હૃદયમાં ભાવે. – જાગીડા
ઈન્દ્રિયો જેણે જીત્યા વિનાની, છૂટી મૂકે તે પસ્તાયે રે જી,
ઈન્દ્રિય નિગ્રહ કરી જીતી લીધી જેણે, તેના ગુણ જગમાં ગવાયે. – જાગીડા
ધનને ત્યાગ્યું જેણે, સ્વાદને ત્યાગ્યો, તનને તપથી તપાવ્યું રે જી,
જ્ઞાનદૃષ્ટિથી નિહાળ્યું સાચું, ઘોર અજ્ઞાન છવાયું, – જાગીડા
દુઃખને નવ ભાળ્યું એવું, જીવન તારું, જગ દુઃખે દિલ દુભાયું રે જી,
જગના જીવનની શૃદ્ધિ કરવા, રાત-દિન આંદોલન ચલાવ્યું. – જાગીડા
|| ૐ ||