નૈષ્ઠિક બ્રહ્મચારી સદ્‌ગુરુ બ્રહ્મનિષ્ઠા દેજો

 ॥ ૐ ॥


નૈષ્ઠિક  બ્રહ્મચારી સદ્‌ગુરુ બ્રહ્મનિષ્ઠા દેજો
બ્રહ્મનિષ્ઠા દેજો, સદ્‌ગુરુ હૃદયમાં કહેજો  …. ટેક
આપ અનાદિ સદ્‌ગુરુ, જ્યોતિ પ્રગટાવજો
દિવ્ય અખંડાનંદ દાતા, દયાળુ સૌને દર્શન દેજો …. નૈષ્ઠિક
સર્વજ્ઞ શ્રેષ્ઠ બ્રહ્મવિદ્યાના દાની,
અમર બનાવો એવી કળાના જ્ઞાની    …. નૈષ્ઠિક
ઉધ્ધાર કરવા સદ્‌ગુરુ અવનિ પર આવ્યા,
પવિત્ર કરવા સૌને જ્ઞાનામૃત લાવ્યા, …. નૈષ્ઠિક
વિધવિધ સ્વરૂપે સંત બનીને આવો,
સૂના હૈયામાં બ્રહ્મનાદ જગાવો     …. નૈષ્ઠિક
હૃદય શોભાવવા ગુરુજી હૃદયમાં રહેજો ,
ધ્યાન ન ચૂકીએ એવા સંદેશો દેજો  …. નૈષ્ઠિક
આકર્ષણ કરીને ગુરુજી અમને બોલાવો,
અજ્ઞાન ટાળી દિવ્ય દૃષ્ટિ બનાવો …. નૈષ્ઠિક
બહારની દોષવાળી વૃત્તિઓને વાળો,
જ્ઞાન-અગ્નિથી પાપ સમૂળાં બાળો …. નૈષ્ઠિક
બ્રહ્મના ચાર પાદ કેરું દર્શન કરાવો,
સ્થિરતા ને શાંતિ સ્થાપી આપમાં સમાવો …. નૈષ્ઠિક
પૂર્ણ સ્વરૂપથી અમને પૂર્ણ બનાવજો
અવિનાશી ભાવ સૌનો નિત્ય રખાવજો  …. નૈષ્ઠિક


 ॥ ૐ ॥
અવિચારો દૂર કરવા માટે સાક્ષીભાવ કેળવવો જાઈએ.

NAISHTIK BRAMHCHARI

Leave a comment

Your email address will not be published.