પતિતપાવન હો ભગવાન

॥ ૐ ॥


 

પતિતપાવન હો ભગવાન, કુબુદ્ધિ ટાળી આપો જ્ઞાન,

ભક્તિ-જ્ઞાન વૈરાગ્યનું ધામ, અમૂલ્ય સાધન પ્રભુજીનું નામ.

અનેક યુગના મેલ કપાય, ત્યારે પ્રભુનાં દર્શન થાય,

સ્મરણ પ્રભુજીનું પ્રેમથી થાય, ત્યારે દીવાળી સાચી ગણાય.

અમારી ઈચ્છા નાશ જ થાય, પ્રભુ ઈચ્છામાં તે મળ જાય,

સંત સમાગમ સમજી કરાય, તેને પ્રભુનાં દર્શન થાય.

જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અસત્યની સામે લડવાનું છે.

સદ્‌ગુરુ ચૈતન્ય પ્રકાશ આત્મા છે.

 


॥ ૐ ॥

pati tapavan ho bhagawan,
pati tapavan ho bhagavan,
પાન નમ્બર :- 155,
પતિતપાવન હો ભગવાન ,
🙏🏻 જય સદગુરુ 🙏🏼

Leave a comment

Your email address will not be published.