પૂર્ણની વાતો છે અટપટી એવી

॥ ૐ ॥

(રાસ)


પૂર્ણની વાતો છે અટપટી એવી કે

                પૂર્ણતા સાચી સમજાય ના …. ૧

બુદ્ધિ છે કુશળ ભાગલાઓ પાડે કે

                વિચારોથી કાંઈ દેખાય ના …. ર

બુદ્ધિની વાતો છે ગૂંચવણ ભરેલી કે

                શબ્દો વિશેષ, ભેગા કરાય ના …. ૩

શાસ્ત્રોની વાતોમાં પંડિત અટવાણા કે

                બુદ્ધિથી સત્ય સમજાય ના …. ૪

વિચારો વધતા, વાસના ભુલાવે કે

                ગર્વનાં રૂપો કળાય ના …. પ

બુદ્ધિ બબ્બે વાતોની જોડ જાણે કે

                બુદ્ધિથી તોડ કઢાય ના …. ૬

ચેતન સ્વરૂપ અસ્તિત્વમાં સદાય કે

                ભટકી ભ્રમમાં મરાય ના …. ૭

સમજી રહેવું અસ્તિત્વમાં સદાય કે

                કલ્પના શૂન્યની સાનમાં  …. ૮

પૂર્ણતા ખાલી થવામાં ભરેલી કે

                ગુપ્ત જ્ઞાન ખજાનો સાથમાં …. ૯


॥ ૐ ॥

પૂર્ણની વાતો છે અટપટી એવી કે
                પૂર્ણતા સાચી સમજાય ના …. ૧

Leave a comment

Your email address will not be published.