॥ ૐ ॥
(રાગઃ માઈકૌંસ)
પૂર્ણ દિવ્ય પ્રભુ છે પ્રકાશી, ગર્વ ભરેલી ભૂલ છે વિનાશી ….
પ્રેમભરેલા હૃદયે ગમતા, સત પ્રેરણા આપતા સમતા ….
ઊંડે ઊતરી જોવાનું ભૂલ્યા, મોહ-શોકમાં ખોટા જ ફૂલતા ….
દેહદૃષ્ટિ જડતાભરેલી, વિના ચૈતન્ય અંધારે સૂતેલી ….
શુધ્ધ સમજવૃત્તિની પ્રભુમાં, બીજે કદી ન ભટકે ભ્રમમાં ….
બધાં સ્થળે પ્રભુ જ દેખાયે, એવી જાગૃતિ સત્ય જ ગણાયે ….
આંખ ઉઘાડી સ્થિર સદાની, નાડી પ્રાણમાં શાંતિ જ પ્રભુની ….
ત્યાગી વાસના ચાહના મુકાણી, સત્ય સમજ પ્રભુમાં સમાણી ….
નિર્દોષ ભાવમાં મુક્તિ સદાની, વિજય અપાવે વૃત્તિ જ સતની ….
પ્રભુના બનીને પ્રભુમાં રહેતા, પ્રભુને ભજીને પ્રભુમાં ભળતા ….
॥ ૐ ॥
🌷🙏🏼જય સદગુરૂ