|| ૐ||
પ્રભુજી સૌના પ્રેરક
પ્રભુજી સૌના પ્રેરક, શ્રધ્ધા હૃદયમાં લાવો,
તૃપ્તિ કરે જગતની, ચિંતા સદા હઠાઓ – ટેક
સંયમ કરી નીરવતા, શાંતિ બધે વસાવો,
આનંદ અખંડ છે તેમાં, જ્યોતિ અમર દીપાવો – ૧
ભ્રાંતિ બધી ભગાવો, અનુભવ ખરો જગાવો,
વૃત્તિ વિષયની તોડી, સત્સંગ રંગ જમાવો – ર
વ્યાકુળ પ્રભુને મળવા, ઉમંગ અતિ વધારો,
વેદના હૃદયમાં વ્યાપે, પ્રભુ સાચો કરે સુધારો – ૩
સમતાનો ગુણ ઉત્તમ, શોક મોહ બીજ બાળો,
સઘળુું પ્રભુને સોંપી, સઘળે પ્રભુ નિહાળો – ૪
જ્ઞાન ધ્યાને વૃત્તિ ધારી, બોજા બધો ઉતારી,
રક્ષક બનીને રક્ષા, કરશે પ્રભુ તમારી – પ
|| ૐ ||
પ્રભુજી સૌના પ્રેરક