પ્રભુની પ્રીતિ, કીર્તિ, હસ્તી

    ॥ ૐ ॥


પ્રભુની પ્રીતિ, કીર્તિ, હસ્તી, પ્રજ્ઞા જ્યોતિ અમર કરતી,

જળ, સ્થળ, કળા, બળ, દિવ્ય કળા ધારે …. ૧

વેગ, માપ ક્યાંય ન મળે, માપ લેતાં એમાં ગળે,

ઋષિ-મુનિ-યોગી હાર્યા, પ્રભુ કદી ન મપાયે …. ર

અધિક સૌથી સૂક્ષ્મ હોય, ગર્વ તજી ગુપ્ત જાય,

વિજ્ઞાન એનું સૌને આપે, કળા દીપાવે જાઈ …. ૩

લક્ષ પ્રભુનું ચૂકે અભાગ, લક્ષ સુરતા પ્રભુ સુભાગ,

સાચો પ્રભુજી ચડાવે રંગ, રંગ પાકો ગણાયે …. ૪

સંગરંગ સત્સંગ, પ્રભુને મળે, પડે ન ભંગ,

ધ્યાન રાખી પ્રભુ પોતે, રંગ એનો દીપાવે …. પ

પ્રભુનો પ્રકાશ દિવ્ય કેવો, ખોટા ખ્યાલ મુકાવે એવો,

જાતાં જાતાં મુક્ત બને, સાચા સ્થાને લાવે…. ૬

હૃદયે થાય વાસ પ્રભુનો, અમર બનાવે અચળ સતનો,

દિવ્ય જ્ઞાન એનું આપી, પ્રભુ પોતે બોલાવે …૭

પ્રભુ બોલાવે શ્રેષ્ઠ ઉદય, અખંડ આનંદ પ્રભુ વિજય,

પ્રભુ વિશેષ પ્રેમ વધારી, પ્રભુ પોતે સુધારે …. ૮

સુધારો કરે સમર્થ ધણી, ધ્યાન રાખે પોતાનો ગણી,

 અંતર ટાળી એક બનાવે, રાગદ્વેષ ન આવે …. ૯

પંચભત ત્રિગુણ વાસ, આસક્તિ મુકાવે પ્રભુ ખાસ,

દોષ ટાળી દૃષ્ટિના સહુ, દિવ્ય દૃષ્ટિ બનાવે …. ૧૦

દૃષ્ટિમાં દેખાય એક જ પ્રભુ રિદ્ધિસિદ્ધિમાં લક્ષ પ્રભુ

રક્ષણ સદાય એનું સાચું, પ્રાણ એમાં જ વિરામે ….૧૧


॥ ૐ ॥

 (તા.ક. – અગિયારમી કડી જે લખાણી, તેનો સંપુટ લગાવીને આ પ્રાર્થના કરવી.)

॥ ૐ ॥

પાન નમ્બર :- ૧૫૩, દ્રષ્ટિ માં દેખાય એકજ પ્રભુ , અગિયાર મી કડી નો સંપુટ લગાવીને આ પ્રાર્થના કરી છે .
🙏 જય સદગુરુ 🙏

પાન ન 153 , પ્રભુની પ્રીતિ ,કીર્તિ ,હસ્તી,
,🙏 જય સદગુરુ 🙏
તા , 21/05/21 શુક્ર વાર ,💐

Leave a comment

Your email address will not be published.