પ્રભુની શક્તિ, વિશુદ્ધ પ્રાણમાં

॥ ૐ ॥

(પ્રાણ પ્રભુના ભાવથી  ભાવિત કરીને જ પ્રભુમાં મળી શકાય છે. પ્રાણ એ પરમાત્માએ આપેલી ઉત્તમ કળા છે. પ્રાણ હંમેશા પરમાત્મા જ સમર્પણ કરીને જાગૃત રહેવું તે જ સાચી જાગૃતિ છે.)

(રાગ : કલ્યાણ, જૈજૈવંતી ગરીબી)

        


 

પ્રભુની શક્તિ વિશુદ્ધ પ્રાણમાં, અખંડ આનંદ પ્રેમ ભરે,

જીડતા અનાદિ નાશ કરીને, ચૈતન્ય દિવ્યતા પ્રગટ કરે …. ૧

પૃથ્વી આકાશથી વિશાળ હૃદયના,  વિશાળ વિશેષ વિસ્તાર ઘણો,

કેવળ કૃપાથી હિત જ કરતા, ઉપકાર એના અનંત ગણો …. ર

સ્વાર્થ ત્યાગી અભય બનાવે, ભયના તાપોથી મુક્ત કરે,

વિજય સ્વરૂપ અચળ શ્રદ્ધા, અડગ રહેતાં વિશુદ્ધ કરે …. ૩

કહેવું અમારી ટે છે એવી, કહેતાં પહેલા જાણો તમે,

ઉકેલ કરવો સરળ આપને, આપને પ્રિય માનીએ અમે…. ૪

આપને ભૂલી પ્રભુજી અમે, યુગો અનંત ભ્રમણ કર્યું,

ભમીને અમે થાકી ગયા, આપને પલકનું કામ ઠર્યું …. પ

આંખની પલક તણા ઈશારે, સરળ આપને કામ બધું,

પ્રભુજી અવાજ આપ કરીને, બોલાવો પ્રકાશે સત્ય સીધું …. ૬

તારા બંધનમાં મજબૂત બાંધી, તારાથી ક્ષણ રેઢો ન રહું,

તમારી આજ્ઞાનું પાલન કરવા, ઉમંગ ધારીને તમને કહું …. ૭

પ્રેરણા પ્રભુજી આપની સમજી, આપનું ધાર્યું સદાય કરું,

આપનો વહાલો બનીને રહેવા આપની મસ્તીમાં મસ્ત ફરું …. ૮

 


॥ ૐ ॥

 

PRABHU NI SHAKTI , VISHUH PRANAMA…

Leave a comment

Your email address will not be published.