|| ૐ||
(રાખનાં રમકડાં ને રામે રમતાં રાખ્યાં રે …. એ રાગ)
પ્રભુજી અમને આપજાો (ર) સત્ય જ્ઞાનીનું શરણું રે
અસત્ય ત્યાગી, સત્ય કર્મની, શ્રદ્ધા ભક્તિ ઝરણું રે …. પ્રભુજી
પ્રભુ દર્શનથી શ્રેષ્ઠ ન બીજુ, એવી દૃઢતા આપો. (ર)
ભૂલ કરેલી અનંત યુગની, પ્રભુજી આપ સુધારો રે …. પ્રભુજી
રાગદ્વેષના મલિન વિચારો, મૂળથી છેદન કરજો, (ર)
વિશુધ્ધ પ્રેમને ખૂબ વધારી, દુર્ગુણ સઘળા હરજો રે …. પ્રભુજી
લોભ, લાલચ ને તૃષ્ણાવાળી, બુદ્ધિ નિર્મળ કરજો,
પ્રકાશ પ્રભુજી તમારો આપી, દુઃખ અમારું હરજો રે …. પ્રભુજી
શત્રુતાનો ભાવ ભુલાવી, એકતા અવિચળ ભરજો, (ર)
ખોટા માનથી ગર્વ વધારે, અંધશ્રધ્ધાએ બળજો …. પ્રભુજી
હરખ, શોકના બદલે ભાવો, અવિનાશી શુભ કરજો, (ર)
તમને ગમે તે કાર્ય કરાવો, સમજણ સાચી ભરજો રે …. પ્રભુજી
સંતોષી જીવન ઉજ્જવળતા, ઉદારતા પ્રભુ તમારી, (ર)
કામ, ક્રોધ ને મોહને છોડું, સાચી સંગત પ્યારી રે …. પ્રભુજી
વાસ પ્રભુજી અમારાં હૃદયે, રાખજા પ્રગટ સ્વરૂપે,(ર)
દોષો હરજા, અભયતા આપો, આપનું ધાર્યું કરજો રે …. પ્રભુજી
વિદ્યા વ્રુદ્ધિ સત્ય જ થાયે, તમને ક્ષણ નવ ભૂલું, (ર)
અખંડ આનંદ ઊછળે સાચો, સત્યથી તાર ન તૂટે રે …. પ્રભુજી
શમ,દમ,સાધન પાકાં કરજા, પ્રભુકૃપા ભરો તમારી (ર)
ઈચ્છા અમારી હરણ કરીને, તમારી ઈચ્છા સારી રે …. પ્રભુજી
ખોટી હિંસા હાંસી મુકાવો, અહિંસા પ્રેમ વધારો, (ર)
સાચી વીરતાથી વીર બનવું, જગમાં શાંતિ સ્થાપો રે …. પ્રભુજી
દંભ કપટની વાતો મૂકીને, સત્યની રાહે ચાલ્યો, (ર)
અમૃતવાણી સત્યની બોલો, પ્રભુ મસ્તીમાં ડોલો રે …. પ્રભુજી
દુઃખના ડુંગર પ્રભુકૃપાથી, પળમાં અદૃશ્ય થાયે, (ર)
અમરપણાનો આત્મ બોધ તે, બ્રહ્મસ્વરૂપ બનાવે રે …. પ્રભુજી
|| ૐ||