પ્રભુ એક ઘડી, તમે નહિ ભૂલતા રે

મારો સાચો પ્રભુ કરજો વિકાસ…ટૅક્

મારાં તન મન ને બુધ્ધિ પ્રભુ કુમળાં રે

એની વૃધ્ધિમાં તમારું છે કામ …પ્રભુ

જ્ઞાન્-દાન પ્રભુ દેજો અમને શોભતાં રે

મારી ગૂંચવણની ગાઠ છૂટી જાય પ્રભુ

તારી જ્યોતિથી હ્રદય રહે ઊજળું રે

ભણતર-ગણતર ભૂલો ન થાય…પ્રભુ

મારી વાણી મધુર નેત્ર નિર્મળા રે

એમાઁ અમ્રૃતનો તું જ સિંચનાર..પ્રભુ

સત્ય વિધાનું તેજ સાચી શોધમાં રે

કરાવો રાષ્ટતણા વિજયનું કાર્ય.. પ્રભુ

પ્રભુ એક ઘડી, તમે નહિ ભૂલતા રે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *