॥ ૐ ॥
પ્રભુ નથી રે સતાવતા કોઈને ઘડી,
એની સાચી રે સમજની ઊંડી કડી,
પ્રભુની શ્વાસ સાથે જ, કિંમત જડી,
સાચું થાય જા પાલન, મસ્તી ચડી …. ૧ પ્રભુ ૧- ટેક
ક્યાંક નથી ત્યાં, એની દૃષ્ટિ પડી,
ઊંધી સમજ એની, આવી આડે નડી,
રાહ ગુરુની ન મળતાં આંખ રડી,
સાચા ગુરુના પ્રતાપે સફળ ઘડી …. પ્રભુ ર
હૃદય વ્યાકુળ, પ્રભુને મળવા તણું,
અનેં ધ્યાન પ્રભુજી રાખે ઘણું
જડ દેહના ભાવો વિનાશી ગણુ,
ભાન સદાય રહે અવિનાશી તણું …. પ્રભુ ૩
પૂર્વ પૂણ્યથી સંતનો સંગ મળે,
એની કૃપાથી વાસના જરૂર બળે,
કઠોર ભાવનો ગર્વ સમૂળ ગળે,
ત્યારે પ્રાણની પ્રીતિ પ્રભુમાં મળે …. પ્રભુ ૪
મન-બુધ્ધિનો તાર સુધારો કરે,
સંદેશા પ્રભુના, કદી નહિ જ ફરે,
સાચા પ્રકારનો ભાવ અમર ખરે,
પ્રભુ અંતર ટાળીને એક જ કરે …. પ્રભુ પ
એને જગની ઉપાધિ નહિ નડશે,
શાંતિ આનંદ પ્રેમ અધિક વધશે,
માગ્યા વિનાનું કામ આગળ ધરશે,
સ્થિરતા સાથે પ્રભુની ગમ પડશે …. પ્રભુ ૬
વૃત્તિ ચૈતન્ય ચિત્તથી ઊંભે ચડશે,
પાંચ તત્વના ગુણ નહિ ગમશે,
ખોટા ખ્યાલનો દોર તૂટી પડશે,
ભીજા સ્થળથી હઠીને પ્રભુને મળશે …. પ્રભુ ૭
॥ ૐ ॥