( રાગ :- સત્ય પ્રેમ ધારણ કરીએ રે , પ્રભુ ને મળવા )
પ્રભુ પ્રેમ સાચો કરજો…રે, પ્રભુમાં ગળવા,
રાગદ્વેશ કાઢી નાખો રે, અતંર મળવા .ટૅક
સાચી નિષ્ઠા રાખી મળવું, આજ્ઞાનું પાલન કરવું,
શમ, દમ, શ્રધ્ધા રાખીરે, જીવન જીવવું.
હ્રદય બળ પ્રભુનુઁ, ભરવું એની પ્રેરણા રાખી તરવું,
મોહ-શોકનું મૂળ બાળી રે, વાસના તજવા.
મન બુદ્ધિ શુધ્ધ પ્રભુની, નસેનસમાં છાપ વ્રુધ્ધિની,
વ્રુતિ સાચી બાઁધી દેવી રે , પ્રભુમાઁ રહેવા.
પ્રભુથી દૂર નથી થાવું, એનાં ભાવમાં ડૂબી જાવું,
શ્વાસેશ્વાસ સંગ રાખી રે, પ્રભુમાં રંગાવા .
હૈયામાં હરખ આણી, સાચા એક જ પ્રભુ જાણી,
પુર્ણ પ્રભુ અવિનાશી રે, સંપૂર્ણમાં રહેવા.
કુડકપટ કચરો ભરવો, ભરીને પછી સાફ કરવો,
ઉચ્ચાટ એનો રોજ કરવો રે, પ્રભુને ભજવા,
હ્રદય શણગાર પ્રભુ માનો, ધ્ન્યવાદ આપવાનો,
ઉપકારો રોજ કર્યા કરતા રે ,પ્રભુ નહિ ભૂલવા.
લાકડાંની હોળી કીધી, રાખ શરીરે ચોળી લીધી,
પાંચ તત્વ પ્રીત ખૉટી રે, રાખ લક્ષ સતમાં .
રાખીને સતને ભીતર જાવું, બહાર ભટકી નથી મુંઝાવું,
વાલાની વાલપ ધરવી, ભીતર જ્યોતિ અખંડ ભરવી,
એની નિયતી સાચી ગણવી રે, બનીને મરજીવા..
પ્રભુ પ્રેમ સાચો કરજો…રે, પ્રભુમાં ગળવા,