॥ ૐ ॥
પ્રભુ વિના માયાનું ઘેન આંખે અંધારું,
ચિત્ત છે ડામાડોળ ભટકે પરભારું,
પ્રાણવાસના છોડ, પ્રભુ પ્રેમ ચૂકતો ના,
આનંદ મંગળ થાય, પ્રભુ ત્યાં અટકે ના.
પ્રભુકૃપાનો પ્રેમ અમૃત વર્ષાવે,
સત્ય દિવ્ય સંદેશ પ્રભુને દર્શાવે,
મન બુદ્ધિનો દોર પ્રભુને સોંપી દે,
સંતોષી દિન-રાત ચરણ ચિત્ત જાડી દે.-
તારણહાર વિશાળ પ્રભુ અંતર્યામી,
શ્વાસેશ્વાસ સંભાર, રક્ષક બહુનામી,
સર્વવ્યાપક અવિનાશી ઘટોઘટવાસી છે,
શ્રદ્ધા અવિચળ રાખ, તો નિષ્ઠા પાકી છે.
॥ ૐ ॥
સંકલ્પ – વિકલ્પ વિચારો જોયા કરવા – શબ્દ ન આપવો. મનોમય કાર્યને શબ્દ ન આપવો.