પ્રભુ હે અનાદિ ધામ

    ॥ ૐ ॥


 

પ્રભુ હે ! અનાદિ ધામ, લક્ષ સત્ય એક કામ

શક્તિ એની કાળ વિકરાળ આજ્ઞા નિયતિ પાળે …. પ્રભુ ૧

ન્યાય એનો કદી ન ફરે, સૂર્ય, ચંદ્ર, પ્રકાશ ભરે

ગતિની પ્રભુની સૌથી મહાન, કિર્તિ અમર ધારે …. પ્રભુ ર

જ્યોતિ સંજ્ઞાનું વિજ્ઞાન, આનંદ પ્રેમ નહિ અજ્ઞાન

નીરવ શાંતિ મૌન ભાવમાં, વિશ્વ આખું ચલાવે …. પ્રભુ ૩

થાક રજા કદી ન વાંક, રતન શ્રેષ્ઠ અમર આંક

તપ-યોગ-જ્ઞાન-ધ્યાન ભક્તિભાવ નિહાળે …. પ્રભુ ૪

મારો-તારો ભેદ ટાળી, વૃત્તિ આપમાં દેજા ઢાળી

ધ્યાન રાખો આપ પ્રભુ, શૂન્ય હૃદય જાગે …. પ્રભુ પ

દયા, દાન, અખૂટ ભંડાર, ગુણો પ્રભુ આપે અપાર

નથી ઉદાર એવો કોઈ, હૃદય નહિ મપાયે …. પ્રભુ ૬

હૃદયે સૌનો પ્રેરક બની, સાક્ષીભાવમાં ભૂલ ન એની

ભૂત-ભવિષ્ય-વર્તમાન સહુને એ જ સુધારે …. પ્રભુ ૭

કર્તા, અકર્તા, ગર્વ નહિ, ધ્યાન રાખતા ભૂલ નહિ

વિશ્વ વિરાટ ધારનાર, કદી ન કોઈ વિસારે …. પ્રભુ ૮

નિર્દોષ, સમતા ધારી, ત્રિકાળ જ્ઞાન શાન ન્યારી

બુદ્ધી-વાણી પાર ન પામે, મથીમથી ને હારે …. પ્રભુ ૯

વેદ વેત્તા, સ્મૃતિ દેતા, કિંમત કદી ન લેતા

અમર પ્રાણ પ્રભુજી આપે, સમજ સાચી દેતા …. પ્રભુ ૧૦

 


॥ ૐ ॥

હે સર્વ શક્તિમાન તુમ્હારી શક્તિ દિખાજા,

ગફલતમેં પડી વૃત્તિકો સ્થિર બનાજા. 

॥ ૐ ॥

પાન ન 151 , પ્રભુ હે ! અનાદિ ધામ ..
🙏🙏 જય સદગુરુ 🙏

Leave a comment

Your email address will not be published.