પ્રાણથી પ્યારા શ્રીકૃષ્ણ હૃદયમાં આવો

॥ ૐ ॥


પ્રાણથી પ્યારા શ્રીકૃષ્ણ હૃદયમાં આવો

સન્મુખ આવીને પ્રભુ મોરલી સંભળાવો …. ટેક

કેવળ ભર્યા છે મારા, હૃદયમાં ભાવ,

હિંમત અચળ-બળ, દેવોને આવો ….

પલ-પલ વલખું છું, તારાં દર્શન કાજ,

રાત-દિન-બોલાવું, પ્રભુ –સૂણોને અવાજ ….

તન-મન-તારું છે, વિશ્વાસ દૃઢ છે પ્રમાણ

તારા વિના ગોઠે ન તમારું એવું છે ખેંચાણ ….

પ્રભુ દૃષ્ટિ વિનાની, ઘડીઓ દુઃખની ગણાય

રડી રડી રિઝાવું વિરહ વેદના સદાય ….

ઘાવ ઊંડો હૃદય, પ્રભુજી આપથી રુઝાય

આવો આવો જલદી, ચાહું છું તમારી સહાય ….

ચિત્ત મારું ચોરીને દૂરથી દેખવું તમામ

હૈયું ત્યારે હરખે, હૃદયે આપનો વિશ્વાસ ….

ભાવ ભર્યા  મધુર, રસનો ચખાડો સ્વાદ

વાણી નેત્ર તૃપ્ત, પ્રુભના હાથનો પ્રસાદ ….

એવો એવો સમય, વિશુધ્ધ હૃદય તૈયાર

ગાંડા ધેલા શબ્દો, પ્રભુજી કરતા સ્વીકાર ….

સાદ કરી તમને મારી, સહુ કહુ છુ વાત

તાર એક લાગ્યો, તારાથી વૃત્તિ થઈ છે શાંત ….

સાચો તારો આધાર, વિશ્વાસે પ્રેમ તું ભરે

 યુગો જુનો સંબંધ, નિશ્ચય પાકો કરે ….

ભય ટાળી અભય, પ્રભુજી બળ ભરતા

બુધ્ધિ-શ્રધ્ધા-સંયમ રહે છે તમારી સુરતા

તૂટે નહિ સુરતા, તેજ છે તમારું અખૂટ ….

કૃપાબળ તમારું, અમારા સાચા છો વિરાટ

બંસી તારી સૂણીને, દેહનું ભૂલું હું ભાન

એક તારા વિશ્વાસે, મળતી સાચી તારી સાન ….


॥ ૐ ॥

🕉️પાન નં :-179, પ્રાણથી પ્યારા શ્રીકૃષ્ણ હૃદયમાં આવો , 🕉️

Leave a comment

Your email address will not be published.