|| ૐ||
પ્રેમે બોલવું રે, વચનને તોલવું રે, વાણી નિર્મળ સત્ય ઉચ્ચાર (ર) – ટેક
સત્ય વાણીની અદ્ભૂત શક્તિ, ખોટું બોલી ન ખોવી,
પ્રભુ પ્રેમથી વિશુદ્ધ બનાવી, હૃદય ભાવમાં જાવી.- પ્રેમે
વિચાર કરીને વાણી બોલો, કામ સફળ સૌ થાશે,
શબ્દ ઊજળો, જીવન ઊજળુ, જ્ઞાનની વાણી ગાશે. – પ્રેમે
નાભિથી ઊઠેલી વાણી, પ્રભુની સંગી થાશે,
પ્રેમ, આનંદ, પ્રકાશ વધારી, શાંતિથી ભળી જાશે. – પ્રેમે
હૃદય પ્રભુનો નિવાસ રાખો, કૂડકપટને ત્યાગે,
પ્રભુપ્રેરણા નવ તરછોડો, દંભ તજીને જાગો. – પ્રેમે
સ્થિર બુદ્ધિને સમતા મળશે, અવિચળ શ્રદ્ધા રાખો,
પાપ તણી જે જૂની રીતો, સમજી બાળી નાખો, – પ્રેમે
પ્રાણ તણા ગુલામ બનીને, જે માગ્યું તે આપ્યું,
ઈન્દ્રિય મનનું માપ અધૂરું, ખોટું સ્વરૂપ માપ્યું. – પ્રેમે
આત્માની જે અંચિત્ય શક્તિ, તેનું ભાન ભુલણું,
દેહભાવના સાચી માની, મનડું ખૂબ ફૂલાણું. – પ્રેમે
ગર્વ દેહનો સાવ નકામો, પ્રભુ કરે તે થાતું,
કામ-ક્રોધને તૃષ્ણા છોડી, પ્રભુ તરફ વળી જાતુું, – પ્રેમે
|| ૐ ||
કોઈના પ્રભાવથી પ્રભાવિત થવું નહિ.
પાપનું મૂળ ગર્વ છે.
અહંકાર કરવો નહિ, એ જ એક લક્ષ છે.
|| ૐ ||
જય સદગુરુ 🙏🌹💐🕉