પ્રેમે બોલવું રે, ચિત્તને જાડવું રે

॥ ૐ ॥


પ્રેમે બોલવું રે, ચિત્તને જોડવું રે, વધારી સાચી પ્રભુમાં પ્રીત,

હૃદય શુધ્ધ રાખવું રે, તજવી કૂડકપટની રીત.

જગત દૃષ્ટિની મોહક પ્રીતો, કમતી સમજી થાશે,

ત્યારે અંતરદૃષ્ટિ ખૂલશે, ખરું-ખોટું સમજાશે.

રાગદ્વેષની વૃધ્ધિ થાતાં, સંસારે ચિત્ત ભમશે,

રાગદ્વેષને ઓછા કરતાં, પ્રભુ તરફ ચિત્ત વળશે.

જગની ચીજા અનંત ભાસે, તેમાંથી પ્રીત જા હઠશે,

અનંત ગણી શક્તિ ઉદય થઈ, પ્રભુમાં પ્રેમ પ્રગટશે.

પૂર્ણ પ્રભુનો પ્રકાશ મળતાં, વૃત્તિની સ્થિરતા થાશે,

વેદશાસ્ત્ર સંતોની વાણી, આપ મેળે સમજાશે.

માનવમનની મોટી મૂંઝવણ, પ્રભુથી જરૂર ટળશે,

અનંત જુગની જૂની પ્રીતિ, પ્રભુ તરફ જઈ વધશે.

ભૂલ સુધારી પ્રેમ વધારી, વહેમ સમૂળો બળશે,

જીવન ઊજળું આનંદી બનતાં, ગર્વ દેહથી ગળશે.

મોંઘી મા મોંઘી છે, સમજણ, વિચાર કરીને જાશો,

પ્રભુમાં પ્રીતિ ખૂબ વધારો, ટાળશે પ્રભુ સૌ દોષો.


 ॥ ૐ ॥

🌹પાન નં :- પ્રેમે બોલવું રે , ચીત ને જોડાવું રે…🌷
🕉️🙏જય સદગુરૂ 🙏🕉️

Leave a comment

Your email address will not be published.