ફુલોના લાવનાર ફુલોની, જાતો વિધવિધ લાવે છે,
ચડાવનાર તણી રુચિનો, ખ્યાલ સાથે લઇને આવે છે,
ખીલે અને કરમાયે, એવાં ફૂલ અગણિત જણાયે છે,
ફૂલથી ફુલે ફોસલાયે, તે, ડહાપણમાં જ ગણાયે છે,
રૂપ- રંગ ઊડી જાય, સુવાસો સદા અચળ નથી રહેતી,
મોહમાં ફસાવવાની એવી ,ક્ષણભંગુર ખોટી હસ્તી,
ઘડીકના એ તમાશામાં સદાય ખોટું જ ભાસે છે,
ગમતું એવું સદા હ્રદયમાં, શુધ્ધ વાણી વર્તન સાથે છે,
વિશુધ્ધ હ્રદયમાં સદાય રહેતી, પ્રભુતા સાચી પ્રભુ જ તણી,
વર્તન ભાવે ક્ષ્રેષ્ઠ સુગંધી, ઉતમ સદાયે શુભ ગણી,
ખીલે વિક્ષ્વ આખું જેની, સુવાસ સઘળે પ્રસન્નતા,
દિવ્ય સ્નેહ પ્રુણઁ તૃપ્ત બનાવે, પ્રેમનું સિંચન મધુરતા.
ફુલોના લાવનાર ફુલોની, જાતો વિધવિધ લાવે છે