બેસવું ક્રિયા વિનાનું ન ગોઠે

॥ ૐ ॥


બેસવું ક્રિયા વિનાનું ન ગોઠે, ક્રિયા વિના અમથી રહેવાયના ….

ચિત્તને નવાંનવાં ચિત્રો જોવાં, જોયા છતાં ચિત્ત, ધરાયના ….

જન્મો અનંત ક્રિયામાં ગુમાવ્યા, દોડીદોડી ભૂલ્યા ગુમાનમાં ….

વસ્તુ વધારી ગૂંચવણ બનાવી, હાથે કરી ફસાવું જાળમાં ….

સ્થિર થવા બેસતાં ચિત્રો આવે, રસવૃત્તિનાં ચિત્રો છે સાથમાં ….

ચિત્રો અદૃશ્ય બનશે ત્યારે, રસ ઓછો કરો જાવાનો ખ્યાલમાં ….

સાચા કેન્દ્રને છોડી ભટકવું, અંધારું પોષવું અજ્ઞાનમાં ….

વિરુદ્ધ ગતિના વેગમાં તણાવું, વિચારોના ઊંધા એ ભાનમાં ….

બેસવું કળા છે સહુથી સારી, નિરવ શાંતિ સત્યના સાથમાં ….

રહેવું સ્વરૂપમાં, એ જ સાચું, સહજ નિર્દોષ નિર્મળ ભાવમાં ….

ચિત્તને આધાર વિનાનું રહેવું, સ્વકેન્દ્રના સત્ય જ સ્થાનમાં ….

ધારણા ધારીને, ધારણા વધારી, આકારો કલ્પે, સત્યથી વિરૂદ્ધમાં ….

ભીતર જવાનું વિચારો મૂકીને, પ્રવેશ એનો સત્યના સાથમાં ….


 ॥ ૐ ॥

બેસવું ક્રિયા વિનાનું ન ગોઠે, ક્રિયા વિના અમથી રહેવાયના ..

Leave a comment

Your email address will not be published.