બોલાવે અમને ગુરુજીની અમર વાણી

॥ ૐ ॥

(ધૂન)

બોલાવે અમને, ગુરુજીની અમર વાણી,

જગાડે સૌને, હૃદયમાં હરખ આણી


(સાખી)

ગુરુજીની શક્તિ વિના, પ્રાણ બળ અમર ન હોય,

ભીંતર ખજાનો ગુરુ વિના, ખુલ્લો મૂકે ન કોય ….

અખંડ અનાદિ ગુરુ, એના વેદ ન જાણે ભેદ,

ગ્રંથિનું ભેદન કરે, એવા ગુરુથી મટતો ખેદ ….

સત્ય સમજ ગુરુ તણી, બીજે મળે ન કયાંય,

ભીતર ઊતર્યા ભેદી બધા, ગુરુ ગમ સાથે સહાય ….

પ્રેમથી પ્રભુ ભજન વિના, જ્યોતિ પ્રગટ ન થાય,

વિશ્વાસ એક પ્રભુ તણો, દૃષ્ટિ દિવ્ય જણાય ….

પૂર્ણતા ભરેલા છે પ્રભુ, રંગ પાકો રહે સદાય,

શાંતિનું સ્થાપન ખરું, પ્રભુ વિના કદી ન ભળાય ….

વાસના મલિન ટળી જશે, ભેદ ભૂલ મોહ ન કયાંય,

ભક્તો સૌ ધ્યાનમાં રહે, ભૂલી  બીજે ન જાય ….

આધાર પ્રભુનો ગર્વ નહિ, લક્ષ વૃત્તિ સંધાન,

આનંદ ઊભરો મળવા તણો, પ્રાણ વેગ નિશાન ….

સ્થિર વૃત્તિના બળ સમું, બીજું બળ ન હોય,

મૌન ભાષામાં આત્મા, જ્ઞાન વાણીનો શબ્દ ન હોય ….


॥ ૐ ॥

🕉️🪴પાન નં :- 1૯8 , બોલાવે અમને ,ગુરુજીની અમર વાણી,🌴🕉️
🌷🙏🏼જય સદગુરૂ 🙏🏼🌷

Leave a comment

Your email address will not be published.