॥ ૐ ॥
બ્રહ્મદર્શી ગુરુ મળ્યા રે હૃદયમાં ભાવતા
જેણે બનાવ્યા દેહ છતાં રે વિદેહ જો
હું ને મારું શમી ગઈ મનની માન્યતા
સહેજે ટળી ગઈ, ચિત્તથી ધનસૂત પ્રીત જો …. ૧
પોતાનું જાણીને કૃપા મુજ પર કરી
જોયો નથી રે કાંઈ અપરાધીનો ફંદ જો
આપી વરદાન કે ભવ ભય ટાળિયો
પાયું તે મુજને અમૃત બ્રહ્માનંદ જો …. ર
ગુરુએ કહ્યું, તું પૂરણ બ્રહ્મ પરમાત્મા
તે મારગમાં કર્યો મેં પ્રવેશ જો
જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ મૂકી ચાલ્યા
આગળ દીઠી તુરિયા અવસ્થા શેષ જો …. ૩
તુરિયાથી આઘેરી ઉન્મની પાંચમી
તેનું નિર્વિકલ્પ સમાધિ નામ જો
તે સ્થળ જોતાં આવાગમન ટળી ગયું
લાધ્યો તે મુજને મરમ નિજ સુખ ધામ જો …. ૪
બોલું તો પણ મૌન રહે, અચળ માયલું
દેખીને નવ દેખું એવી રીત જો
સાંભળુ તો પણ સાંભળું નહિ, કોઈ વાત ને
એવો તે અનુભવ મારો વેદવિદિત જો …. પ
જાગૃતમાં હું ધરી રહ્યો, સૌ સંઘાત ને
ઈન્દ્રીય દ્વારા કરુણાના વહેવાર જો
સોણામાં નવ તત્વ કલેવર આથડે
તેના તે સુખદુઃખને હું જાણનાર જો …. ૬
લીન જ્યાં વહેવાર, ત્યાં પૂરતી માધુરી
કોઈ નથી ત્યાં, હું જ પ્રકાશિત એક લો
॥ ૐ ॥
🕉️🙏🏼જય સદગુરૂ 🙏🏻🕉️