॥ ૐ ॥
ભક્તિ રસ આજે રેલાવજો ભગવાન,
આનંદ રહે સદાય તેનું આપો સૌને જ્ઞાન.
કુબુધ્ધિ કાપીને પ્રભુ સુબુધ્ધિ આપજો,
તારા પ્રકાશની જ્યોતિ અમને બતાવજો.
અંધારા મહીં અમે બહુ યુગ વિતાવ્યા,
દયાળુપણું જાણી તારે શરણે આવ્યા.
અષ્ટાંગ યોગ સાધવાની શક્તિ તો નથી,
કળિયુગમાં કેશવ વૈરાગ્યહીન પાપથી.
શ્રધ્ધા, શમ, દમ મેળવવાનો આપજો,
રોમે રોમે તે રોમ ગીતા સમજાવજો.
તિતિક્ષા કરી સહન સમાધાન લાવીએ.
વિવેકયુક્ત વાણી થકી સૌ રિઝાવીએ,
શત્રુતા ન વ્યાપે અમારા હૃદયમહીં
વ્યાપક પ્રભુને દેખવાને ભૂલીએ નહિ.
ગુરુ બ્રહ્મનિષ્ઠ મળ્યા મોહ છોડાવવા.
ભૂલા પડેલ માનવીને માર્ગ આપવા.
ઉપાધિ કાપીને પ્રભુ તું શાંતિ સ્થાપજે,
સૌ ભક્તોની ભાવના અવિચળ રાખજે.
॥ ૐ ॥
જય સદગુરૂ 🙏🌺🌹🕉