ભાગો ભાગો સૌ છોડી દઈને રાગ-દ્વેષનાં કામ …ટેક
રાગ-દ્વેષના ઝેરી વિષથી, જન્મમરણ બહુ થાય;
અજ્ઞાન અંધારું કાળું વધતા, પ્રકાશ ઢંકાઈ જાય. …ભાગો
રાગ-દ્વેષને અનાદિ કાળથી ઇન્દ્રિયો સાથે પ્રેમ્;
સત્ય પ્રભુનો પ્રેમ ભુલાવે, વધારે ખોટા વહેમ. …ભાગો
હ્રદય પ્રેમથી , વિશુદ્ધ બનતું ,વધે શ્રધ્ધાથી જ્ઞાન;
એકતા અવિચળ નિષ્ઠાવાળી, સ્થિર ચિત સાચું ભાન. …ભાગો
પ્રાણ વાસના છોડી દઈને, પ્રભુમાં સ્થિર થઈ જાય;
સાર્થક જીવન તેનું સમજો, અખંડ આનંદ થાય… ભાગો
માન મોહના સંગને છોડી, તોડી ખોટી પ્રિત;
પ્રભુ આજ્ઞાને આધિન રહેવું, નિર્મળ એની રીત. …ભાગો
સૂર્ય, ચંદ્ર અને અગ્નિને પણ, આપે પ્રભુ પ્રકાશ;
અવિનાશી એ પ્રભુના ધામે, જાતા નહિ વિનાશ. …ભાગો
બ્રહ્મદશામાં અંતકાળ સુધી, જેની સ્થિરતા થાય;
સાચિ શાંતિ પ્રભુની મળતી, પ્રભુમાં તે મળી જાય. ભાગો