॥ ૐ ॥
ભીતર રહેવાનું કોઈને ગોઠતું નથી,
બહાર ભટકે ભૂલીને રુચતું નથી,
અનેક જન્મો ભમ્યાં, ધરાણના નથી,
ગળવું પ્રભુમાં સત્ય, સૂઝતું નથી …. ૧
કહેતા જાગવું છતાં એ જાગતા નથી,
જાગીને મોહ છોડવા તૈયાર નથી,
ગર્વની ગાંઠોને પકડે, મૂકતા નથી,
પ્રભુથી વિમુખ બનતા, માનતા નથી …. ર
ગર્વનું માનવું એમાં એ ચૂકતા નથી,
ગર્વને પોષણ આપતાં, ભૂલતા નથી,
પ્રેમથી પ્રભુને મળવા, પ્રેમ જ નથી,
દેખાવ કરવો ખોટો એ ખૂંચતો નથી …. ૩
ગર્વથી અંધારું હૃદય, શુધ્ધિમાં નથી,
પ્રેમને ભરવો હૃદય, બુધ્ધિમાં નથી,
ડહાપણભરેલી બુધ્ધિનું સ્થાન નથી,
મોહથી રંગેલી બુધ્ધિને, ભાન નથી …. ૪
પ્રભુમાં એક જ થવાનું, જ્ઞાન જ નથી,
વાતોમાં જીવન ભૂલવું, સાર જ નથી,
નકામી વાતોમાં મરવું, માલ જ નથી,
એક જ પ્રભુના પ્રેમનું કેન્દ્ર નથી …. પ
કેન્દ્રમાં પ્રભુજી આવ્યા, ડૂબતા નથી,
લક્ષમાં એક જ પ્રભુજી, ભૂલતા નથી,
ઉત્તમ ઘડતાં ભાવિને, અંતર નથી,
સમર્પણ સહેજે થવાથી, દૂર જ નથી …. ૬
ગર્વ મૂક્યા વિના સ્વ-સ્વરૂપનું જ્ઞાન થતું જ નથી,
સમર્પણ, ગર્વ મૂકીને કરતાં, પ્રભુ દૂર જ નથી.
આકર્ષણ-ત્રાટકમાં ચમત્કાર કે કોઈ તથ્ય નથી. તેમાં પ્રભાવિત થવાનું નથી. આત્મા નિત્ય પ્રાપ્ત છે, તેમાં સ્થિરતા માટે પુરષાર્થી રહેવું જાઈએ. અન્યના પ્રભાવમાં થવું નહી. રૂત્મા સર્વ કોઈમાં ન્યૂન કે અધિક નથી. એ સત્તાને જાણો એ માટે ચૈતન્ય ભાવમાં રહો. સ્વયં એ સત્તા પ્રગટ થશે. અન્યમાં વિશેષ છે. તેમ માની પ્રભાવિત ન બનો. સ્વયં પુરુષાર્થી બની રહો.
॥ ૐ ॥
🌴🌷જય સદગુરૂ 🌷🌴