મને કૃષ્ણ કનૈયાની ગીતા ગમે,
જેને શિષ્યના ભાવથી અર્જુન નમે… મને
ત્રણે લોકનું પાલન શ્રીકૃષ્ણ કરે,
પરમાત્માની વિધા ગીતામાં ખરે…મને
એવા વાક્યનું પ્રમાણ શ્રીકૃષ્ણ તણું,
બ્રહ્મ વિધા મેળળવાનું જ્ઞાન ઘણું….મને
જેમાં અદભૂત શ્લોકની રચના કરી,
અર્થ નવીન સૂઝે તેવી શક્તિ ભરી… મને
યોગભક્તિ અને જ્ઞાન વિજ્ઞાન ભર્યું,
ભાવિક-ભક્તોએ તેનું પાન કર્યું. …મને
એવા ઇશ્વરમુખની વાણી ગીતા,
જેના લશથી અમર અનેક થાતાં. …મને
કૃષ્ણે નાનકડાં ગ્રથંને અમર કર્યો,
સર્વ શાસ્ત્રનો સાર ગીતામાં ભર્યો.
સહુ ભક્તો સદગુરુને પ્રેમે નમે,
આપો જ્ઞાન ગુરુજી, તમને જે ગમે. …મને
મને કૃષ્ણ કનૈયાની ગીતા ગમે,