મને સત્ય સ્વરૂપે શિવજી ગમે
જેને અનેક ભક્તો પ્રેમે નમે …..ટેક
જેણે હળાહળ વિષનું પાન કર્યું,
કમળ બદલે રાવણે તેનું શીશ ધર્યું. …
એવા ભોળાનાથનું જે ભજન કરે,
તે તો સંસારસાગર જલદી તરે. …
નિશદિન ઋષિમુનિ જેનું ધ્યાન ધરે,
મરણ વખતે આવીને શિવ મુક્ત કરે..
પાર્વતી શિવ વરવાને તપ કરતાં,
અન્નજળ ત્યાગીને ધ્યાન સદા ધરતાં……
ખોલ્યું જ્ઞાનરૂપી લોચન શિવે જ્યારે,
કામદેવ બળીને ભસ્મ થયો છે ત્યારે. ….
જળ, બિલિપત્ર ને ફૂલથી શિવ રીઝે,
એવા અજન્મા શંકર તણી બોલો જે.
ભોળા શિવ સમાનદેવ ન બીજે,
સદા સેવા ભક્તોને તારી દીજે ….