માનના મોહમાં ગોથાં નથી ખાવા

॥ ૐ ॥

(રાસ)


માનના મોહમાં ગોથાં નથી ખાવા કે

માનમાં ફૂલી જવાય ના …. ૧

ફૂલ્યા માનમાં ગયા બધા તૂટી કે

દુઃખના ડુંગર ઊંચકાયા ના …. ર

ભોજા માનનો સૌથી વધારે કે

મૂક્યા વિના સાચું સમજાય ના …. ૩

ગર્વ નાખે છે, ખાઈમાં ઊંડા કે

વેદના અમથી સહેવાય ના …. ૪

ચતુર ગર્વનાં ચિત્રો નથી જાવાં કે

આંખનું આંજણ એ થાય ના ના …. પ

દૃષ્ટિથી પ્રભુને, ગર્વ ભગાડે કે

એવા દોષો ભેગા કરાય ના ….૬

નિર્દોષ હૃદય રાખવું અમારે કે

ગર્વની ગાંઠો બંધાય ના …. ૭

પાપનાં મૂળિયાં ગર્વ ગણાયે કે

ગર્વનું પોષણ કરાય ના …. ૮

આંખમાં પ્રભુજી અમી વર્ષાવે કે

મળેલાની સાચી જ સાનમાં ના …. ૯


॥ ૐ ॥

Leave a comment

Your email address will not be published.