॥ ૐ ॥
હોનહાર હોઈ કર રહે
કભી નહીં હોતા કુછ ફેર,
ગર્વ ત્યાગ, સત્ય સંગ એક
રાગ દ્વેષ સંગ, સબ બૈર
॥ ૐ ॥
મળેલા મળશું સહુ
પૂર્વજન્મની પ્રીત,
નવા ખાતે નહી ચડે
એવી આગમની રીત.
॥ ૐ ॥
મારાથી બૂરું કોઈ દેખું નહિ
સજજન બધાને એ જ શૂળ
ઊલટુંસૂલટું કાંઈ દેખવું
શૂળ દેખી કે દેખ્યું ફૂલ,
॥ ૐ ॥
ફૂલ શૂળ બેઉ જુદાં ગણે
ક્યારે બનતું શૂળ ફૂલ,
ફૂલ ક્યારે શૂળ બની જતું,
એને સમજવું ભૂલ કે મૂલ.
॥ ૐ ॥
મૂળ ભૂલ સમજ્યા વિના
કદી સત્ય નહિ સમજાય
ખોટા વિશ્વાસે રહી, ભૂલ કરો
સાચું સ્વરૂપ શ્રદ્ધા દૂર જાય.
॥ ૐ ॥
બાપુ બનો બાબલો
ગર્વ કદી ન કરાય,
મોટો સમજી મૂંઝવો
એવું કદી ન ખમાય.
॥ ૐ ॥
અટક સબકો ખટક રહી
નિશ્ચય રહના, કહા ન જાય,
દેહ તો જીર્ણ, અબ હો ગયા
પડેગા કભી, યહ કહા નહીં જાય.
॥ ૐ ॥
લખી-વાંચીને ભૂંસવું
કામો કરતા સદાય,
ભેદ સતનો મળે તો
લખી-વાંચીને ભૂંસાય.
॥ ૐ ॥
ભેદ ત્રણેનો પામવા
બની વૃત્તિઓ સમર્થ,
ક્ષણ સુધારી જાણવી
બાળી વાસના વ્યર્થ.
॥ ૐ ॥
ગર્વ ઢાંકતો રૂપને
વેશ ધરતો અનંત,
જ્ઞાની ભીતર જાગિયા
જ્યોતિ દિવ્ય જીવંત,
॥ ૐ ॥
ખોટું લખેલ વાંચતાં
તુંહી બદલે હું વંચાય,
જોયા કરતા દેહથી
દિશાભૂલ એ જણાય.
॥ ૐ ॥
લખાવ્યું એકે, લખ્યું બીજાએ
નજરે જાયું, છતાં ભૂલતા,
જગત આખા તણા ગ્રંથથી
સત્ય ગોખીને ચાલતા.
॥ ૐ ॥
ઈશારો માત્ર ગ્રંથ કરતા
પૂર્ણતા કહી નથી શકતા,
ગ્રંથોનો પંથ, ગૂંચ વધતી
ભીતર પૂર્ણ, સાચી ભરતી.
॥ ૐ ॥
અસ્મિતા રાખી પૂર્ણ બનવું
પૂર્ણમાં જગ્યા નથી જરાય,
પૂર્ણતા ઘન પરિપૂર્ણમાં
અસ્મિતા આડ કરી ગણાય.
॥ ૐ ॥
મીઠું બોલી વશ કરે
હસી ચીપી કરે વાત,
ગુપ્ત અગ્નિ છૂપો રહ્યો
ઊંધી ચાલ, ઊંડી ભાત.
॥ ૐ ॥
ભય આપી, ખુશી થવું
દુઃખ દેવું, રાખી ખીજ,
ખેદ દિલ, વ્યથા ભરી
નાશ કરે, એવું બીજ.
॥ ૐ ॥
ગંભીર મુદ્રા રાખીને
શાંત બતાવે ભાવેશ,
ઝેર ભીતરમાં છૂપ્યું
મહા ભયાનક આવેશ.
॥ ૐ ॥
પ્રશંસા રૂપી પાંદડું
વાયુ વેગે દૂર જાય,
ખોટો ભ્રમ મારે સદા
શુદ્ધ જ્ઞાન નહિ થાય.
॥ ૐ ॥
પ્રશંસા સૂણી ઊડવું
અગ્નિમાં રાખ થવાય,
વેગમાં વાયુ મળે તો
ગતિમાં ભૂલી જવાય.
॥ ૐ ॥
ગતિમાં મતિ ભૂલતી
સત્ય નહિ દેખાય,
પ્રશંસા સૂણી ફૂલવું
વેગમાં થાકી જવાય.
॥ ૐ ॥
નામ રૂપ નાટક કળા
જોતા સહુ, ધરીને પ્રેમ,
દુઃખ ઘણું સહન કરે
એને ગણે યોગ ને ક્ષેમ.
॥ ૐ ॥
પ્રભુ વિના રક્ષક નથી
કદી નહિ પડતો ફેર,
બીજો તેમાં સમાય નહિ
ગર્વ ભૂલ વધારે વેર.
॥ ૐ ॥
કળા વૃત્તિ ને પ્રેમ ભાવના
કોઈ સમયે ખરી સમજાય,
ક્ષણ ઉત્તમ એ જ જાણવી
ગર્વ, વાસના મૂકી તરી જાય.
॥ ૐ ॥
પ્રતિ કર્મ પગલાં પડે
મર્મ ખરો કદી ન હોય,
ઢાંકી રાખે રૂપને સદા
ભૂલ સાચી, ધ્યાન ન હોય.
॥ ૐ ॥
પ્રશંસા રૂપી કાન સળ
કાનમાં પેસી નવ જાય,
જાગૃત સદા તેથી રહો
ભીતર ખરી શાંતિ થાય.
॥ ૐ ॥
પંડિત ડુંગર ચડી ગયા
શાસ્ત્ર વિદ્યાનો લઈ સાથ,
ભીતર જવામાં આડી નડે
અસ્મિતા રાખી નિજ સાથ.
॥ ૐ ॥
બડી બાતોમેં કુછ છૂપા હુઆ
અતિ દીન, છોટા બન જાય,
ઉસ દિલમેં બહુત છૂપા રહા
ચૂપ રહ હાનિ કર જાય.
॥ ૐ ॥
કહત કઠિન, સમજત સરલ
મુખસે કહા નહિં જાય,
ઐસા પ્રભાવ કિસકા ?
સતકો, સત કહા ન જાય.
॥ ૐ ॥
ગમન કરનારું મરી જતાં
ત્રણ-મ-ની થઈ ગઈ રાખ,
પૂર્ણતા રક્ષા સાચી મળી
બીજું બધું થઈ ગયું રાખ.
॥ ૐ ॥
તેજો લેશ્યા અંગને
બાળતી તીવ્ર આગ,
સદ્બુદ્ધિ તેને મળે
શાંતિ એક જ માગ.
॥ ૐ ॥
માનસ દર્શન