મારા શ્યામના સાચામાં ભેળ હોય નહી ….રે
સાચું શરણ સ્વીકારો, ખોટુ હોય નહી ….રે
ભેદ ભ્રમણા નાશ જ કરતા, અખંડ ભક્તિનો ભાવ જ ભરતા,
એના મારગમાં રાગદ્વેષ કદીએ હોય નહી રે મારા
અજ્ઞાન અંધારૂ દુર જ કરતા, જ્ઞાન દિપકને સામે ધરતા,
એના પ્રેમ ભર્યા હદયમાં, અંતર હોય નહી રે મારા
અભય બનાવી ભયને કાંપે, વાસના બાળી સ્થિરતા આપે,
એની દિવ્ય દ્રષ્ટિમાં, હું પદ કદીએ હોય નહી રે મારા
સોંપી દીધા મન-બુધ્ધિને, સુધારો કરતાં પ્રેમ ધરીને,
જીવન ધન્ય બનાવે શોક, મોહ બેઉ નહી રે મારા
અહિંસા-સત્યનું રક્ષણ એવું, વીર બનાવે સૌને તેવું,
અમીદ્રષ્ટિ ને સમતા યોગે, દોષ કદાપિ હોય નહી રે મારા
સઘળે પ્રેમે પ્રભુને નીરખે, સૌનું શુભ જોઇને હરખે,
એની અમૃતની વર્ષામાં, કોઇ રોય નહી રે મારા
અન્ય દિપક બળી બળી ઓલાયે, જ્ઞાન દિપકતો નહી બુઝાયે,
એવો પરમ ભાવ પ્રકાશક, બીજો કોઇ નહી રે મારા