॥ ૐ ॥
(શ્રી અંબા માનો રાસ)
મારી આદ્યશક્તિ અંબા માત, અવિનાશી અનાદિ એક તું,
તારી દિવ્યતા ઘટોઘટ વાસ છે, રૂપ અનંત કર્મોમાં સહાય છે.
તારું જ્ઞાન બધે જ વિજય થાય, વિજય કળા સૌને સમજાવ તું,
દેવ-અસુર તારા બળથી બળવાન છે, માનવ-પશુ-પક્ષી તારો નિવાસ છે.
ગર્વ વધતાં બળ તૂટી જાય, બળને ભરનાર એક તું,
વિદ્યા ને વેદ શાસ્ત્ર બુદ્ધિનું માપ છે, વિવેક આવે તો સમજ ગણાય છે.
વિદ્યા,બુદ્ધિ, શક્તિ શ્રી જણાય, સુબુદ્ધિ દેનાર એક તું,
શ્રધ્ધા ને સંયમ શક્તિનું તેજ છે. અશ્રધ્ધા અજ્ઞાન ભ્રાંતિનું મૂળ છે.
ભ્રાંતિ જતાં અભય થવાય, શ્રધ્ધા-સંયમ, અભયમાં એક તું,
હૃદય વાણીમાં ભાવ તારો ઉદય છે, ગર્વ છોડીને જીવે એની સુગંધ છે,
સાચા રંગથી ભક્તિમાં રંગાય, હૃદય-વાણી-સત્ય-સુગંધ તું,
કીર્તિ અમર એ જ તારું વરદાન છે, આત્મજ્ઞાન ખરું સૌનું વિધાન છે.
જાગૃત તારી શક્તિથી થવાય, આત્મજ્ઞાન જાગૃત એક તું,
અખંડ આનંદ ખંડિત ન થાય છે, મોહ-શોકથી ઢંકાઈ જાય છે.
તારી કૃપાથી જ્યોત પ્રગટ થાય, જ્યોતિમાં અખંડ આનંદ તું,
સાન ને ભાન સૌને દેનાર છે, ડહાપણ, પ્રશંસામાં ભૂલી જવાય છે.
વાસના ત્યાગથી શુદ્ધિ જ થાય, સાનવેદ સમાધિ એક તું,
॥ ૐ ॥
મારી આદ્યશક્તિ અંબા માત, અવિનાશી અનાદિ એક તું