॥ ૐ ॥
(રાસ)
મારો પ્રાણ દેનાર, પ્રેરણા દેવા આવે છે,
મારું દિલ રંગનાર, સંદેશા ગુપ્ત ચલાવે છે ….
એ તો છૂપે રહે ને કામ કરતો રહે,
હૃદય એના જ પ્રેમને, ભરતો રહે ….
એ તો બાળક બને ને વિરાટ બનતો,
સંત યોગી, ભક્તોમાં, પ્રગટ રમતો ….
બાળ કનૈયા લાલ, હૃદય ખૂબ ગમતો,
મારી સાથે રાસમાં, એ જ આવી ઘૂમતો ….
મનેસાદ કરીને મૂંગો એ તો બનતો,
મારું ચિત્ત ચોરીને, પછી એ તો હસતો ….
મારાં તન – મનમાં, સાન ન્યારી કરતો,
મને ભાન ભુલાવી, સાથે એ જ ફરતો ….
હું તો જમવા બેઠી ને ભોજન પીરસી ગયો,
રસ અમૃત આપીને, હૃદય વસી ગયો ….
મારી દૃષ્ટિમાં અનોખું, તેજ એણે દીધું,
એની દૃષ્ટિ મળી તો કામ સઘળું સીધું ….
॥ ૐ ॥
(અન્નપૂર્ણા સ્તોત્રના વિવિધ સંકલનમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે.)
આપે તું નવ વાયદા જગતમાં, શબ્દોની તું છે ખરી,
તારા શબ્દ વિશે ન સંશય દીસે, તું તો ફરે ના જરી,
આદ્યશક્તિ અનાદિ પ્રેરક સદા, અખંડ પૂર્ણેશ્વરી,
ભિક્ષા દે તું કૃપા કરી ભગવતી, માતા મને પ્રેમની
॥ ૐ ॥
સત્ય, જ્ઞાન, નિષ્ઠા, શુભકર્મ, નિષ્ઠા, ઈન્દ્રિયોનો નિગ્રહ ઈશ્વરી આજ્ઞાનું પાલન, એમાં જ સત્ય વિજય હોય છે.
॥ ૐ ॥
🙏🏻જય સદગુરૂ ,🙏🏼