॥ ૐ ॥
(ભજન) ૧૭
(ધૂન)
(આ ધૂન એક લીટી બોલાય, બીજી લીટી સામેની લીટીથી બોલાય)
મીરાંનો પ્રેમ વધતો, બનતો પ્રેમાળ,
ગિરધર ગોપાળ કહો, ગિરધર ગોપાળ. ૧
મીરાંની જાગૃતિમાં કોનું હતું સ્થાન,
ગિરધર ગોપાળનું એક જ નિશાન. ર
મીરાંની ભક્તિમાં હતો કોનો પ્રકાશ.
ગિરધર ગોપાળ એક અવિનાશ. ૩
મીરાંનો ગર્વ સમૂળો ગળી જાય,
ગિરધર ગોપાળ ને મીરાં એક થાય. ૪
ધ્યાન ધરતાં મીરાં રહેતાં મસ્તાન,
ગિરધર ગોપાળનું એક જ સ્થાન. પ
મીરાંના રસનો મધુરો સ્વાદ,
ગિરધર ગોપાળનો હતો પ્રસાદ. ૬
॥ ૐ ॥