॥ ૐ ॥
(ભજન) ૧૦
વૃંદાવનમાં મીરાંના ભજન
નાદ ગૂંજે આકાશ …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૧
પૃથ્વી પર મીરાં પ્રેમમાં તરબોળ
હૃદય વસ્યો ગિરધર ગોપાળ …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ર
ગિરધર ગોપાળ મીરાં બધે જ દેખતાં
વિસ્મય ચરિત્ર અનંત …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૩
ગિરધર ગોપાળ રૂપો અનંત ધરતાં
પ્રેમ-આનંદ વધતા ભરપૂર …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૪
પ્રાણની પ્રીતિમાં મીરાં દિવ્ય જ રહેતાં
સદા જાગૃતિ પ્રભુ સાથ …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. પ
દૃષ્ટિ દેખાડનાર સમર્થ મીરાંનો
રોમરોમ રમતો વિરાટ …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૬
પૂર્ણાનંદ મીરાંનો સોળે કળાએ ખીલતો
ગિરધર ગોપાળ કળાકાર …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૭
બધાએ બળમાં બળ આપનારો
ગિરધર ગોપાળનો સાથ …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૮
જેની કૃપાથી મીરાંનું હૃદય રંગાણું
પાકો રંગ ગિરધર ગોપાળ …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૯
વિશ્વ ઘડનાર મીરાંના હૃદય પુરાણો
અનુભવી અનાદિ સાક્ષાત …. રે
મીરાં આવ્યાં ખૂબ જ મસ્તીમાં …. ૧૦
॥ ૐ ॥
મીરાં વૃંદાવનથી અનેક તીર્થોમાં ફરીને, ભક્તિના રંગમાં ઘણાનો ઉધ્ધાર કરે છે. સૌરાષ્ટ્રમાં દ્વારકા આવે છે, ત્યાં પણ ભજન સિવાય બીજું કોઈ કાર્ય નથી રહેતું. અંતિમ સમય સુધી ભજન જ કર્યા છે. અત્યારે પણ જેનામાં પ્રેમ પ્રગટ થાય તેને પ્રત્યક્ષ દર્શન થાય છે. મીરાંનો ભાવ ચેતન છે. પ્રગટ શ્રી ગિરધર ગોપાળમાં નિષ્ઠા પાકી છે. ભગવાન એની વાણી સાંભળીને આવે છે.
॥ ૐ ॥