લાયક કરીને શ્રેષ્ઠ બનાવ્યો

॥ ૐ ॥


લાયક કરીને શ્રેષ્ઠ બનાવ્યો

પ્રકાશ આપી તેં દીપાવ્યો …ટેક

તારી શાંતિમાં તેં નવરાવ્યો,

અમૃતનો થાળ તેં ખવરાવ્યો …. ૧

ધામમાં તારા તેં આવવા જ દીધો,

જગના રંગને ખોટો તેં કીધો,

ધારણા તારી સિધ્ધ કરીને,

અમૃત પીરસ્યું પ્રેમ ભરીને ….ર

પ્રાણ ગતિનું જ્ઞાન તેં આપ્યું,

પ્રત્યક્ષ દર્શન આપી સ્થાપ્યું,

પ્રાણ ગતિનો ભ્રમ નસાડયો,

મોહ નિશાથી તેં જ જગાડયો …. ૩

પ્રાણ નીચેથી પાછો લાવી,

ઊંચા સ્થાને તેને ચડાવી,

કરુણા અનંત તેં વર્ષાવી,

શક્તિ આપીને દયા બતાવી ….૪

સંજીવન વિદ્યા તારી બતાવી,

નાડી પ્રાણમાં સ્થિરતા અપાવી,

વાસના બાળી તેં શુધ્ધ બનાવી,

મહાપ્રાણમાં પ્રાણ લીધો સમાવી ….પ


॥ ૐ ॥

💐પાન નં :- 186, લાયક કરીને શ્રેષ્ઠ બનાવ્યો, 💐
🙏🕉️જય સદગુરૂ 🕉️🙏🏼

Leave a comment

Your email address will not be published.