વર્તમાનમાં જીવવું સદાયે

॥ ૐ ॥

(હૃદય ભાવ દર્શન)


વર્તમાનમાં જીવવું સદાયે કે

ભૂત-ભવિષ્ય નજરે દેખાય ના ….૧

ભૂત-ભવિષ્ય, વાસના વધારે કે

એવી ભૂલ અમથી કરાય ના …. ર

પ્રભુથી અમારે, જુદા ન રહેવું કે

પ્રભુથી જુદા પડાય ના …. ૩

ભેદના ભય બધા, નાખ્યા છે બાળી કે

રાખ થઈ ગર્વ કરાય ના …. ૪

ક્ષણ આપી છે પ્રભુજીએ એવી કે

પ્રેમ એનો ભૂલયો ભુલાય ના …. પ

પ્રેમના તારો પ્રભુજીએ બાંધ્યા કે

કોઈથી તોડયા તોડાય ના …. ૬

પૂર્ણ એ વહાલપ એની જ દીધી કે

 કોઈથી લૂંટી લૂંટાય ના …. ૭

ઈશારો કરીને દૃષ્ટિ એવી દીધી કે

કોઈથી કળી કળાય ના …. ૮

યુગોની પ્રીતિ કરાવી છે તાજી

હૃદયથી દૂર પ્રભુજી જાય ના …. ૯

હૃદય આસન અડગ જમાવ્યું કે

સ્થિરતા વૃત્તિની જાય ના …. ૧૦

ધ્યાન રાખે છે સમર્થ પુરૂ કે

દૃષ્ટિમાં બીજા દેખાય ના …. ૧૧

દિવ્યતા જીવન સુગંધભરેલી કે

આનંદ શાંતિના સાથમાં   ….૧ર

અમૂલ્ય મસ્તી કરી છે એની સસ્તી

ઉદારતા એની ભુલાય ના …. ૧૩

પ્રાણમાં પ્રાણ પૂરી દીધો એનો કે

 રાસમાં નાચે છે સાથમાં …. ૧૪

ઊંઘતા અમને ભલે જગાડયા કે

ઊંઘવું અમને પોષાય ના …. ૧પ

જાગતા સાચે સાચું  જણાયે કે

ખોટની ખોટ ખમાય ના …. ૧૬

હોંશથી પ્રભુએ હારમાં પરોવ્યાં કે

ફૂલ કરી હૃદય શણગાર ના …. ૧૭


॥ ૐ ॥

વર્તમાનમાં જીવવું સદાયે કે,ભૂત-ભવિષ્ય નજરે દેખાય ના ….૧

Leave a comment

Your email address will not be published.