॥ ૐ ॥
વાસનાનાં વધતાં જાતાં, ચિત્ર-વિચિત્ર રૂપો …. રે
જન્મે જન્મે દુઃખ વધારે, ભેદ છે નરકનો છૂપો …. રે
ધન-રતન-ધાતુની વાસના, મિલ-મકાન ને મોટર …. રે
કારખાનાં –દુકાનો વધતાં, સત્તા વધતી મોટપની …. રે
વાસના તૃપ્ત કદી ન થાયે, બાળક થઈને ફરતી …. રે
બુઢ્ઢી વાસના બને નહિ ને, ભક્ષણ ઘણાનું કરતી …. રે
વાસના ને ત્યાગ ન ગોઠે, અગ્નિ જેમ અંતર બળે …. રે
વાસનાનું અંધારું એવું, લોઢાના રસ જેમ ગાળે …. રે
વાસનાને વશ થઈ છતાંયે, દોલતનો, ડુંગરથી વધારો …. રે
સંતોષ કદીયે થાય નહિ ને, વાસના અસત્યથી મારે …. રે
શરીર-ઈન્દ્રિયો વાસના મનની, બુધ્ધિ-પ્રાણ મોહિત કરતી …. રે
એકથી અધિક વાસના વધતી, બંધન વધારે ભરતી …. રે
ધર્મ વાસના-યોગવાસના, કર્મવાસના ગુણની …. રે
સંકલ્પ-વિકલ્પ-વાસના સ્થૂળ-સૂક્ષ્મ બહુ રૂપની …. રે
સૂક્ષ્મ અણુ બને વાસના, દૃષ્ટિમાં નહિ આવે …. રે
મોટું રૂપ ધારીને આગળ, ભ્રમમાં બહુ ભટકાવે …. રે
વાસના બાળો, બંધન તૂટે, કર્મો બળે જ્ઞાન સાચું …. રે
નિર્દોષ નિર્મળ દૃષ્ટિ મળતાં જીવન પ્રેમ દૃઢ સતનું …. રે
વાસના બીજને બાળી નાખ્યો, સાચી શાંતિ આવે …. રે
અચળ સતનો તાર બાંધી પ્રેરણા સતની ચલાવો …. રે
॥ ૐ ॥
🙏🏼જય સદસગુરુ🙏🏼🌷