વિધા, બળ, બુધ્ધિનાં દાન
અમને આપજો ભગવાન
તારી માયામાં સૌ ભૂલ્યા, માનવ-દેવ માયામાં ડોલ્યા;
અદભૂત સૃષ્ટિના રચનાર, તારી લીલા અપરંપાર. …..
બુધ્દ્દિશાળી જે કહેવાતા, તારી આગળ રાંક તે થાતા;
થાકે કરીને ખૂબ વિચાર, ઋષિમુનિ કોઇ ન પામે પાર. …
માનવજાત અનેક બનાવી, તેમાં શક્તિ તારી આવી;
વિભુ બેઠા હ્રદયની માંહ્ય્, સઘળી રચના જાણે ત્યાઁ.
રાજાને રંક બનાવે , પ્રભુજી સત્ય વાતો સમજાવે;
ખોટાં કાર્યૉ કરે અનેક, તેનું કાઢે નિકંદન છેક.
સુખ-દુ:ખ દેખી માનવ ડરતા, કોઇ નીડર થઇને ફરતા;
યોગી રોગીના પણ રાગ, સુણી આપે તેનો ભાગ. ….
ન્યાયકારી દયાળુ દેવા, ભૂલી માયાના રંગ લેવા;
પંડિત પણ ભુલ્યા છે વેદ, તારો નથી જડ્યો કોઇ ભેદ. …
તારું સ્વરુપ જેને જણાવે, તે સહુ તારે આશ્રય આવે;
શરણાગતનો પાલનહાર, તારા જેવો નથી કિરતાર..
ભક્તો સહે પ્રેમે સંકટ, લાગે નહિ માયાનો કંટક;
તારા ભજનતણો ભંડાર, ગાતાં ખૂટે નહિ લગાર. ….