વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

મન ધારણ ધીરજ કરીને, પ્રભુમાં રાખજો પ્યાર;

અંત સમયનો, એ જ છે સાથી, ભૂલતાં થાશો ખુવાર

    વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

ખોટી વસ્તુને સાચી સમજીને ભટકવા નિત્ય જાય;

દોડા દોડી બહુ કરિને, જગમાં હાંસી થાય.

    વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

ઘડીક વૈભ​વ મોહ જ લાગેને, ત્યાગના આવે વિચાર;

અનેક ભાતના રંગ ચડયા, તેમાં ભૂલી ગયો કિરતાર.

   વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

વિધવિધ જાતના ખાધપર્દાથને, ખાવામાં મન લલચાય;

રોગ આવીને ઘેરી જ લેત્તા, મન ઘણું જ અકળાય.

   વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

હાથી- ઘોડા ને બાગ- બગીચા, અંગ રક્ષક હોશિયાર;

એવા માનવી મ્રુત્યુની આગળ, બની ગયા લાચાર .

   વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

લક્ષ ચોરાસી ફેરાઓ ફરતાં ને મનની ભ્રમણા અપાર;

હ​વે ભટક​વું છોડી દઇને, ભૂલીશ ન તું ગમાર.

   વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

વેદ શાસ્ત્રની વાત ન સમજે, ને ઉપદેશ સૂણે અનેક;

એવા પાપી ફટકેલા મનને, લેશ ન ગમે વિવેક.

   વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

સાચી શિખામણ આપે મનને, તેના ઉપર કરે ક્રોધ;

સમજાવનારો  થાકી જાય, મનને લાગે નહિ બોધ.

   વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

વાસના ભરેલી દેહની સાથે, મનને બંધાણો પ્યાર;

સાચા સદગુરુ નહિ મળે, તો લઈ જાશે નરક દ્ગાર.

  વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

સર્વ શક્તિમાનને જાણી, અંખડ આંનદ વર્તાય;

અનેક યુગોના ભૂલા પડેલા, બીજા કોની પાસે જાય.

  વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

તારી બનાવેલી માયામાં ભૂલી, શરણે રહેતા સદાય;

જીવનમુક્ત બનાવો અમને, માયા સ્વપ્ને ન ભળાય.

  વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

સહુ ભક્તોનાં હ્રદયમાંહીં, અનેક તરંગો થાય;

પ્રેરક બેઠો પ્રેરણા કરે, તેમાં જઇને સમાય.

  વિભુ કરો પ્રીતડી એવી, મુકાવી મુકાય નહિ તેવી

VIBHU KARO PRITADI AEVI, MOKAVI MAKAI NAHI TEVI…

Leave a comment

Your email address will not be published.