વિરહની વેદના ઊંડી

 ॥ ૐ ॥

(ભજન) ૭


વિરહની વેદના ઊંડી, મીરાંના હૃદયને વીંધતી,

ગિરધર ગોપાળની મૂર્તિ, વ્યાકુળતા પ્રાણની કરતી ….૧

તપીને વિરહ અગ્નિમાં, મીરાંનો પ્રેમ વિશુધ્ધ થયો,

મર્યાદા લોકની તજીને, ગિરધર ગોપાળ લક્ષે રહ્યો  …. ર

ઈન્દ્રિય સુખોની ઈચ્છાનો સદંતર અભાવ મીરાંનો

વિશુધ્ધિ પ્રેમની કેવળ, ગિરધર ગોપાળ સત્તાનો  …. ૩

ગિરધર ગોપાળ પ્રસન્ન રહે, સંપૂર્ણ એની જ તૈયારી,

મન ઈન્દ્રિયો સ્થિર બની, સ્થંભ હલન તજનારી …. ૪

શરીર ધ્રુજવા માંડ્યું, રૂવાંડા ઊભાં થઈ ગયાં,

કહે છે કંપ એ ભાવને, ધ્રુજતા ભાગ શિથિલ થયા …. પ

પસીનો શરીરમાં આવ્યો, મીરાં પસીનાથી ભીંજાણી,

શિથિલ શીતળ શરીર બન્યું, સ્વેદ ભાવની એંધાણી …. ૬

ગિરધર ગોપાળના વિરહે, મીરાંને આંસુ આવે છે,

અખંડ આંસુની ધાર વહે, ગિરધર ગોપાળ લાવે છે. …. ૭

હર્ષના આંસુ હોય ઠંડા, નીચે આંખના ખૂણાથી વહે ,

શોકના આંસું હોય ગરમ, આંખની વચમાંથી વહે …. ૮

મોઢાથી અક્ષરનો ઉચ્ચાર, મીરાંનો સ્પષ્ટ નથી થતો,

તેને સ્વરભંગ ભાવ કહે, ઊલટો સૂલટો તે સમજાતો …. ૯

પ્રભુના પ્રેમી બન્યા વિના, નથી કોઈ સમજી શકતું,

ગિરધર ગોપાળના બળથી, મીરાંના હૃદયમાં મળતુ …. ૧૦

ઉદાસી મોઢા પર આવે, શરીરમાં ફિકાશ દેખાયે,

શરીર પીળું પડી જાવું, આકૃતિ બદલી દેખાય …. ૧૧

મીરાંના સંપૂર્ણ રૂંવાડાં, ઊભા થયેલા દેખાવા,

કહે છે ભાવ પુલક તેને અથવા રોમાંચ સમજવા …૧ર

મીરાંને ભલા ને બૂરાનું, શરીરનું ભાન નથી રહ્યું,

પ્રલય એ ભાવને કહે છે, બેહોશી આવી બધું ગયું …. ૧૩

પડે છે પૃથ્વીની ઉપર, શરીર અવાજ ધબ કરીને,

પ્રલય પ્રશંસા મીરાંની, ગિરધર ગોપાળમાં રહીને …. ૧૪

॥ ૐ ॥

             મીરાંનો જે બાહ્ય ભાવો પ્રગટ થયા તે સાત્વિક છે પરંતુ તેને જ સમજવાથી મીરાંને હૃદયથી સમજી નહિ શકાય. તેના ઉપર જે દેખાય તે તો ઈન્દ્રીયજન્ય કચરા રૂપે બહાર ફેંકીને જ તે વિકારોથી દૂર થઈને ગિરધર ગોપાળની સાથે એકતાનો પ્રેમનું સંધાન જાણવા માટે, શુદ્ધ હૃદય જાઈએ. ત્યારે જ અવિનાશી ભાવ સમજાય, મીરાં કહે છે : અહો ! ગિરધર ગોપાળ તમને આંખથી જોતાં જોતાં બરાબર હજી જોઈને તૃપ્ત થઈ નહિ ત્યાં તમે કયાં છુપાઈ ગયા ? તમારુ મંદ મંદ હસવું, તમારી મોટી મોટી પાગલ બનાવવાવાળી આંખો અને કેસરી તિલક, વાંકડિયા ફરતા ફરત વાળ અને ઉપર વાંકો મોર મુગટ! અહો ! અહો! સામે એવી જ રીતે આવીને છુપાઈ જવું જ હતું તો આપને છુપાઈને જાવા માટે તમને ખબર ન પડે તેવી રીતથી છુપાઈને જાયા કરત. વધારે વખત જાયા જ કરત! ધરાઈ ધરાઈને જાયા કરત! આ પ્રમાણે તલસાવી તલસાવીને પ્રાણને વ્યાકુળ કરવાની રીત કયારથી કાઢી ? મારા જીવનનું અમૂલ્ય ધન! રૂવો ! ગિરધર ગોપાળ આવો! તમને મારા પ્રાણની અંદર સંતાડી દઉં! મારા સાચા પતિ! ગિરધર ગોપાળ સાથે ! સાચથી  નાચી! હવે મારે લાજ કોની રાખવી ? પ્રગટ ગિરધર ગોપાળ સાથે નાચી ! અચાનક દરવાજા ફાટીને નીચે પડે છે અને રાણા વિક્રમાજિત હાથમાં ખુલ્લી તલવાર લઈને ક્રોધથી લાલચોળ થઈને અંદર દાખલ થાય છે. રાણાએ જાયું. ગિરધર ગોપાળની મૂર્તિની સામે હાથ જાડીને અર્ધી મૂર્છાની અવસ્થામાં મીરાં બેઠાં છે અને મીરાંની આંખમાંથી હાથ ખેંચે છે. ઉગ્ર ક્રોધના આવેશમાં કહે છે : કયાં છે તારો પ્રેમી, જેની સાથે રાતો રાત જાગતી રહે છે ? હમણાં તેનું શિર ધડથી જુદું કરી નાખું. મીરાં ભાવમાં લીન થતી છે, રાણાને માટે તો એક પથ્થરની મૂર્તિ સામે સંકેત કરીને બતાવે છે, રાણાને માટે તો એક પથ્થરની મૂર્તિ હતી ! ક્રોધમાં માણસ શૈતાન બની જાય છે. તેને બોલવું ઉચિત છે કે અનુચિત તેનું ભાન રહેતું નથી. વિક્રમાજિતને મીરાંને વાત પર વિશ્વાસ આવતો નથી. રાણાએ સિંહની જેમ ગર્જના કરીને કહ્યું, જલદી સાચું બતાવ! કોની સાથે વાતો કરની હતી ? જલદી બતાવ ! નહિતર તાર જ લોહીથી મારી તલવારને ભીંજાવીશ! મીરાં ગિરધર ગોપાળના સંપૂર્ણ  ભરોસાથી ડરતી નથી. વધારે નીડર બને છે. જેને ગિરધર ગોપાળનું બળ પ્રાપ્ત થાય છે તેનો સંસાર વાંકો વાળ પણ કરી શકતો નથી. મીરાંએ દૃઢતા ધારણ કરીને કહ્યું ગિરધર ગોપાળ મારા ચિત્તને ચોરનારો, મારા પ્રાણનું સાચું ધન છે. તેના ચરણોમાં મારું સર્વસ્વ અર્પણ કરી દીધું છે. મીરાંની સામે ગિરધર ગોપાળ આવીને હસે છે જુઓ! જુઓ ! ઊભા  ઊભા હસે છે ! હજી એક ક્ષણ પહેલાં આવ્યા હતા ગિરધર ગોપાળ ! અહા ! એનું રૂપ જુઓ ! મીરાં કહે છે એણે મને પોતાના આલિંગનના પાસમાં બાંધવા હાથ લંબાવ્યો ! અભાગણ અરે ! અરે ! મને ન પૂછો ! એનું અતિશય સુંદર રૂપ જાતાં જ મારી આંખ બંધ થઈ ગઈ ! સંજ્ઞાહીન થઈને પડી ગઈ ! ગિરધર ગોપાળ ધીરેધીરે વાંસળી વગાડીને મારા પ્રાણમાં ગાઈ રહ્યા હતા. અહા ! અહા! કેવો તે ગિરધર ગોપાળ નો શીતળ સ્પર્શ ! જગતનો સ્વામી અનાદિ કાળ થી ચિત્તની ચોરી કરતો આવ્યો છે ! એની એવી પ્રથા પડી ગઈ છે ! એણે પ્રેમસ્વરૂપા ગોપીઓના હૃદય ચોર્યા એટલાથી એને તૃપ્તિ થઈ નહિ ! ગોપીઓ નાહતી હતી ! ગિરધર ગોપાળે તેમના વસ્ત્રો ચોર્યા. મીરાં કહે છે, મેં તો મારા પ્રાણ ગિરધર ગોપાળના હાથમાં વેચી દીધા! ફરી પાછા કેમ ગિરધર ગોપાળ પ્રાણ આપવા આવે છે ! જુઓ! જુઓ! એના કર્મોની ફરિયાદ કરું છું તો મંદમંદ હસે છે ! ગિરધર ગોપાળ કેવા સુંદર છે! એનું તેજ જુઓ! મારા પાગલ પ્રાણ ગિરધર ગોપાળ આવો !  ખુશીથી આવો ! આવરણ હઠાવીને આવો ! સંસારમાં મારું તમારા સિવાય કોઈ નથી ! આવો પ્રાણ! મને તમારી અંદર ડુબાડીને એક કરો, મીરાં ગિરધર ગોપાળ સાથે નાચે છે.


॥ ૐ ॥

વિરહની વેદના ઊંડી, મીરાંના હૃદયને વીંધતી,

Leave a comment

Your email address will not be published.