શબ્દવેધીના શબ્દોથી

॥ ૐ ॥


 

શબ્દવેધીના શબ્દોથી, હૃદય વીંધાઈ જાયે છે,

પછી ઘડીયે નથી ગમતું વ્યથા પ્રભુની વધારે છે.

મિલન વ્યાકુળ તનમનમાં, સમર્પણ ભાવ જાગે છે,

શરણ એક જ પ્રભુનો પ્રેમ, લક્ષથી સંધાન રાખે છે …. ૧

અવિનાશી અમર ભાવ ઉદય બનો

ઘાયલ હૃદયે ઘાવયેલો, પ્રભુ સ્નેહે બને પાગલ,

રૂઝાવ હૃદયના ઘાને, પ્રભુજી આવતા આગળ.

હઠાવી મોહનો પડદો, પ્રગટ દર્શન દઈ છૂપતા,

પ્રભુ આઘા રહી જાતા, ભગતના ભાવની સમતા …. ર

અવિનાશી અમર ભાવ ઉદય બનો

તૂટે નહિ તાર વૃત્તિનો, અચળ શક્તિ પ્રભુની મળે,

દ્રવિત ભાવોથી ભીંજેલું, હૃદય વિશુદ્ધ પ્રભુમાં ઢળે.

અનોખી પ્રેરણા સતની, નજર મળતાં અદૃશ્ય પળે,

વાણી-વર્ણન નથી બનતું, પ્રભુના અલભ્ય અમૂલ્ય બળે …. ૩

અવિનાશી અમર ભાવ ઉદય બનો

બધા બળવાન બળદાતા, નથી બળવાન કોઈ બી જા,

ગેબી અવાજ વેધ પ્રભુનો, પ્રેમની  અખંડ મસ્તી છે જા.

એના રંગેથી પ્રભુ રંગે, સંયમ સાધન એના જ લે જા,

અનહદ ભાવ સ્નેહભર્યો, પ્રભુમાં સદાય સ્થિર રહે જા…. ૪

અવિનાશી અમર ભાવ ઉદય બનો

પ્રભુના વિશુદ્ધ પ્રેમીને, કદી ઊણપ નથી રહેતી,

અચળ વિશ્વાસ દૃઢ બનતા,

પ્રભુ સંદેશા રહે ભરતી.

સમજની સાન એવી મળે, ગણતરી એની નથી બનતી,

જ્ઞાન-ધ્યાનમાં પ્રભુ હાજર, એકતા પ્રભુની અમર કરતી …. પ

અવિનાશી અમર ભાવ ઉદય બનો

 


॥ ૐ ॥

 

પાન નં :-131 , શબ્દવેધિના શબ્દોથી હ્રદય વીંધાઈ જાયે છે ,
🙏જય સદગુરૂ 🙏🌸🌸🌼🕉

Leave a comment

Your email address will not be published.