॥ ૐ ॥
શાંતિ છે સાચી બ્રહ્મસ્વરૂપની
ભાવના ભરેલ, શ્રધ્ધા-ભક્તિ, સંયમની,
સંયમ વિના બુદ્ધિ સ્થિર ન બનતી,
નિષ્ઠા અચળ બ્રહ્મની,તેને ન મળતી …. ૧
વિકાર કર્યા વિના વિષયો પ્રવેશે,
સ્થિર બુદ્ધિવાળો શાંતિથી રહેશે,
વિષય -ભોગના વિચારો આવે,
ભ્રમણા વધે, દુઃખ અશાંતિ લાવે …. ર
કામના તજીને સ્પૃહા જેણે છોડી,
મમતા સહિત ગર્વની પ્રીતિ તોડી,
સમજણ સમતા મન સ્થિર ઠામે,
તે સાચી બ્રહ્મની શાંતિને પામે …. ૩
બ્રહ્મકૃપાથી બ્ર્હ નાદ જાગે,
અંતકાળ સુધી મોહ દૂર જ ભાગે,
બ્રહ્માનંદ આનંદ બ્રહ્મનો વધશે,
બ્રહ્મવૃત્તિ સ્થિર થાતાં બ્રહ્મને મળશે …. ૪
શ્રધ્ધાથી તત્પર જિતેન્દ્રિય બનશે,
જ્ઞાન થાતાં તરત (સાચી)શાંતિ મળશે,
સકામ યોગી ફળમાં બંધાશે,
(શાંત) નૈષ્ટિક યોગી ફળ તજી રાજી થાશે …. પ
યજ્ઞ તપના ભોક્તા મહેશ્વરને જાણો,
સર્વે પ્રાણીના મિત્ર જાણી શાંતિને માણો,
રજાગુણ છોડી મન સ્થિર કીધું,
પાપ તજી બ્રહ્મ બની સાચું સુખ લીધું …. ૬
બ્રહ્મની શાંતિથી બ્રહ્મલીન થાશે,
અંતઃકરણ મન યોગમાં મળી જાશે,
પ્રભુમાં નિશ્ચયવાળો ધર્માત્મા થાતો,
ધ્યાન તેનું રાખે પ્રભુ તે તરી જાતો ….૭
॥ ૐ ॥
શાંતિ છે સાચી બ્રહ્મસ્વરૂપની,
💐પાન નં:- 166, શાંતિ છે સાચી બ્રહ્મસ્વરૂપની ,,💐
🙏🏼જય સદગુરૂ,,🙏🏻