॥ ૐ ॥
(રાગ : માઢ)
શ્રીકૃષ્ણને જરૂર કહે જો …. રે
ઓઘાજી એમ મારો
સંદેશો જઈને કહે જો …. રે
પ્રભુ ભક્તોમાં, તમે રહ્યા છો
અમારી પ્રીતને ભૂલી ગયા છો
હૃદયના આસને પધારો …. રે
કહેવાનું જાણો છો તમો
અમને વહાલા સાચા ગમો
ભૂલતા નહિ અવાજ મારો …. રે
સંદેશાનો ખ્યાલ લાવો
પ્રેરણાઓ દેવા આવો
વાણીમંં તમે જ ફાવો …. રે
હૃદયમાં તમારા ભાવો
સાચા જ ભરવા આવો
સમજ તમારી લાવો …. રે
પ્રાણમાં છો, બળ મારું
નસેનસમાં જોમ તારું
જ્ઞાન-ધ્યાનમાં સાથે સારું …. રે
અમારા અનાદિ સ્વામી
તમારા વિના મોટી ખામી
તમારી મારી પ્રીત પુરાણી …. રે
॥ ૐ ॥
ઓડિયો ક્લિપ :
શ્રીકૃષ્ણને જરૂર કહે જો …. રે, ઓઘાજી એમ મારો