જય રાધે, જય રાધે રાધે, જય રાધે, જય શ્રીરાધે.
જય ક્રૃષ્ણા, જય ક્રૃષ્ણા, ક્રૃષ્ણા જય ક્રૃષ્ણા, જય શ્રી ક્રૃષ્ણા…ટેક
હ્રદય નિવાસા, હ્રદય પ્રકાશા, હ્રદયની શક્તિ શ્રીરાધા.
શ્રીકૃષ્ણ આત્મપ્રેરક સતમાં, નિમઁળ દ્ષ્ટિનાં શ્રીરાધા,
શ્રીકૃષ્ણ રાધા, બે નથી જુદાં, દિવ્ય કળાનાં શ્રીરાધા.
પ્રેમ વિશુધ્ધિ અતિ ઉમંગી નિષ્કલંકી શ્રીરાધા,
આનંદકરણી આનંદભરણી, આનંદદાતા શ્રીરાધા.
પ્રાણશક્તિ, જ્ઞાનશક્તિ, ભક્તિશક્તિ શ્રીરાધા,
આધશક્તિ, પ્રજ્ઞાશક્તિ, કીર્તિશક્તિ શ્રીરાધા.
ગર્વ ત્યાગી, અતિ સુભાગી, પરમ શક્તિ શ્રીરાધા …
યોગશક્તિ, અહલાદિની, હ્રદયવિકાસિની શ્રીરાધા.
ચૈતન્ય સ્વરૂપી અદભૂત ગતિની, મુક્ત સદાની શ્રીરાધા …
જય રાધે, જય રાધે રાધે, જય રાધે, જય શ્રીરાધે.