॥ ૐ ॥
માત તારી મૂર્તિ અલૌકિક જાણી, હૃદયમાં ભક્તિ વસી પ્રેમ આણી ….
નિત્ય સાંજના હું દર્શન કરતો, હાથ ભેળા કરી પીતો પાણી,
પાણીથી માતા કાંઈ વળ્યું નહિ, ત્યારે દયા હૃદયમાં તમે આણી ….
ટકોરા વગાડવામાં મશગૂલ રહેતો ને નગારું વગાડયું તાણી તાણી,
ટકોરા’ને નગારું તૂટી ગયાં, પણ તારી મૂર્તિ નવ ભળાણી ….
ખરા હૃદયથી દર્શન નવ કીધાં, નેત્ર છતાંયે એ અંધાપો,
હેત આણીને દર્શન કરીશ, માત કેમ નવ ધોવાય પાપો ? ….
આજ દિવસ સુધી ભૂલ કરીને, મૂર્તિ પથ્થરની મેં માની,
તે ભૂલ મારી માફ કરો માત, હવે મને થઈ છે ગ્લાનિ ….
બાળકના દોષ પર રોષ નવ કરશો, આ અરજી લેજા ઉર ધારી,
સૌ ભક્તો હાથ જોડી વિનંતી કરે છે, જ્યાં બુદ્ધિ નવ પહોંચે મારી ….
ગરબી ગાવામાં ભૂલ ઘણી થાય છે, પડતીતણી એ નિશાની,
આચારવિચારમાં અપૂર્ણતા છે, માટે સહાય ક્યાંથી થાય તું ભવાની ….
દોષ અમારા હવે માફ કરોને, જ્ઞાનની કરજા તમે લહાણી,
જ્ઞાનની પ્રસાદી સર્વને આપો, સત્ય કહું છું આ કહાણી ….
॥ ૐ ॥
સહનશક્તિ
જે યુદ્ધની શરૂઆત કરે છે, તે સામેવાળા યોધ્ધાથી ખૂબ ઘવાય છે, પરંતુ સહન કરીને સામનો કરે છે (સહનશક્તિથી) તે, તેની શક્તિ હરી લે છે. સામેવાળા યોધ્ધાને એમ લાગે છે કે મેં તેને ખૂબ માર માર્યો, પરંતુ સહન કરનાર તેની તમામ શક્તિ ખેંચી લે છે.
॥ ૐ ॥
માત તારી મૂર્તિ અલૌકિક જાણી, હૃદયમાં ભક્તિ વસી પ્રેમ આણી …
🌹પાન નં:- 168, માત તારી મૂર્તિ અલૌકિક જાણી,🌹
🙏જય સદગુરૂ 🙏